દોઢ વર્ષ પૂર્વે પરિવારથી વિખૂટા પડેલા માનસીક અસ્થિર યુવાનને યુ.પી.થી શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી ચાર બાળકીઓ સવારે રમતામતા લપાતા બની જતા તેના પરિવારજનો દ્વારા ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પીઆઈ આર.એસ. ઠાકર પીએસઆઈ બીબી કોડીયાતર, ડી.એ.ધાંધલ્યા સહિતના સ્ટાફે અલગ અલગ ચાર ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ત્યારે ગુંદાવાડી વિસ્તારમાંથી રીક્ષા ચાલકની મદદથી ભકિતનગર પોલીસ મથકને ચારેય બાળકીઓને હેમખેમ શોધવામાં સફળતા મળી છે સાથે નંદા હોલ પાસેના વિસ્તારમાં રહેતા માનસીક બિમાર યુવાનને દોઢ વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મેળવવામાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફને સફળતા મળી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાંથી ચાર બાળકીઓ રમતા રમતા ગુમ થઈ હોવાની જાણ પવિરજનોએ ભકિતનગર પોલીસ મથકમાં કરતા પોલીસ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી બાળકીઓની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન આશીફભાઈ શીશાંગીયા નામના રીક્ષા ચાલકને ચારેય બાળકીઓ ગુંદાવાડી વિસ્તારમા નજરે ચડતા તુરંત ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરી હતી રિક્ષા ચાલક આશીફભાઈની બાતમીને આધારે એકશનમાં રહેલ ભકિતનગર પોલીસ દ્વારા તુરંત ગુંદાવાડી જઈ બાળકીઓને પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.
ગુમ થટલે બાળકીઓ આરજુ મુસ્કાન, કાજલ તથા મોના સહિ સલામત પરિવારને મળી આવતા પિતા સલીમભાઈ શેખ તથા રઉફભાઈ શેખે ભકિતનગર પોલીસ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
સાથોસાથ પોલીસને મદદપ થનાર જંગલેશ્વરના રિક્ષા ચાલક આશીફભાઈ સતારભાઈ શીશાંગીયાની કામગીરીને શહેર ઝોન-૧ ડીસીપી રવિ મોહન સૌની તથા ઈસ્ટ ડીવીઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા, નોર્થ ડિવિઝનના એસીપી એસ.આર. ટંડેલ સહિતના સ્ટાફે બિરદાવી હતી.
તે ઉપરાંત શહેરના નંદા હોલ પાસે રહેતા માનસિક બિમાર અનિલભાઈ બાબુભાઈ ભુવા નામના યુવાન દોઢ વર્ષ પહેલા પોતાના ઘરેથી પરિવારજનોને જાણ કર્યા વગર મગજની બિમારીને કારણે ઘરેથી જતા રહેતા ભકિતનગર પોલીસે નિરાશ થયેલા માતા ભાઈને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી માનસીક બીમાર યુવાનને ઉતરપ્રદેશના ફિરોઝભાઈથી ભાળ મેળવી રાજકોટ પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ ગુમ થયેલી બાળકીઓ અને માનસીક અસ્થિર યુવાનને પોતાની પરિવાર સાથે મેળાપ કરાવી તથા રીક્ષા ચાલકની કામગીરીને બિરદાવી ‘પોલીસ પ્રજાના મિત્રો’એ સૂત્ર સાર્થક કર્યું હતુ.