રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજમાં ચાલતી ટીફીન યોજના આગામી દિવસોમાં ચાર માસ જેટલા સમયગાળામાંથી બંધ હતી તે યોજના અંગે લીલી ઝંડી મળતા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના ગામે ગામના બહુધા વ્હોરા વરવાટવાળા ગામે શરુ થાય તે અંગે તડામાર તૈયારી થઇ રહી છે. વિચાર વ્યવહાર અને વેપારમાં જબરુ કાંઠુ કાઢનાર દાઉદી વ્હોરા સમાજમાં છેલ્લા નવ વર્ષથી દેશ અને દુનિયામાં સમાજના પ્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાહીક આલીકદર મુફદલ સૈફૂદીનની સીધી દેખરેખ હેઠળ ચાલતી ફૈઝ ઉલ મવાઇદ અલ બુરહાનીયાના નામથી ચાલતી ટીફીન સર્વીસ દરરોજ દરેક ગામોના અમીર ગરીબ દરેક વર્ગના વ્હોરા સમાજના ઘેર ઘેર બપોરે એક ટંકનું ભોજન પહોચાડે છે. પણ કોરોના વાઇરસની મહામારીને કારણે છેલ્લા ચાર માસથી વધુ સમય આ સર્વીસ બંધ હતી પણ હવે કેટલાક રાજયોમાં સરકારે અનલોક કરતા સૌરાષ્ટ્રના રાજકોટ મહુવા, જસદણ, ઉપલેટા, વિસાવદર, જામનગર, અમરેલી, ભાવનગર, જસદણ, બોટાદ, મોરબી, વાંકાનેર, જેતપુર, જુનાગઢ જેવા અનેક ગામોમાં આ ટીફીન યોજના શરુ થશે આ માટે સૈયદના સાહેબે ની રજા મળે છે. અત્રેએ નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના ઘેર દરરોજ આવતા આ ટીફીન ભોજનને કારણે અનેક ઘરોમાં રાહત છે. જે બુર્ઝુગો છે ગરીબો છે તેમને માટે રાહતરુપ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવામાં કાળજી રાખવા સલાહ છે.
- KTM 390 Enduro R 11 એપ્રિલે થશે ભારતમાં લોન્ચ…
- રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે CM પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો
- વાસી કે સડેલો ખોરાક ખાધા પછી પણ પ્રાણીઓ બીમાર કેમ નથી પડતા..!
- ભાવનગર: જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને “વિશ્વ આરોગ્ય દિવસ”ની ઉજવણી
- 2025 Yamaha FZ-S Fi દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- યુવાનની હ-ત્યાના મામલે આરોપીનું કાલાવડથી જામનગર સુધી કરાયું રી-કન્ટ્રકશન
- ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ પર alphabets આડાઅવળાં શા માટે હોઈ છે..!