ચેમ્બર ઓફ કોમર્સમાં ફાટી નીકળેલી અસંતોષની આગ શાંત વાનું નામ લેતી ની: શિવલાલ બારસીયા, નૌતમ બારસીયા, અશોક વિરડીયા અને કિશોર વઘાસીયાએ રાજીનામા ધરી દેતા ખળભળાટ
રાજકોટની સૌી જૂની અને પ્રતિષ્ઠિત મહાજન સંસ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે ફરી સમીરભાઈ શાહની નિમણૂંક કરાયા બાદ ચેમ્બરમાં ફાટી નીકળેલી અસંતોષની આગ કોઈ કાળે શાંત વાનું નામ લેતી ની. ચેમ્બરના પૂર્વ પ્રમુખ સહિત ચાર પાટીદાર કારોબારી સભ્યોએ આજે રાજીનામા આપી દેતા શહેરના વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે સમીરભાઈ શાહની નિમણૂંક કરાયા બાદ સેક્રેટરી પદેી ઉપેનભાઈ મોદીએ રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ કારોબારી સભ્ય સુનિલભાઈ વોરાએ પણ રાજીનામુ આપી દીધું હતું. ગઈકાલે સીર્ધ્ધાભાઈ અદાણીએ ચેમ્બરના કારોબારી સભ્યપદેી રાજીનામુ આપી દીધા બાદ આજે વધુ ચાર કારોબારી સભ્યોએ રાજીનામા ધરી દેતા શહેરમાં વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા તેમજ તેમના ભત્રીજા નૌતમભાઈ બારસીયા, અશોકભાઈ વિરડીયા અને કિશોરભાઈ વઘાસીયાએ આજે કારોબારી સભ્યપદેી રાજીનામુ આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૩૧મી માર્ચના રોજ ચેમ્બરની વર્તમાન બોડીની મુદત પૂર્ણ ઈ રહી છે ત્યારે છેલ્લા એક માસમાં ચેમ્બરની ૭ કારોબારી સભ્યએ રાજીનામા ધરી દીધા છે. ચેમ્બરના બંધારણ મુજબ જો કોઈ કારોબારી સભ્ય સ્વૈચ્છીક રાજીનામુ આપે તો બોર્ડ બેઠકમાં તેનું રાજીનામુ મંજૂર કરવામાં આવે છે અને ત્યારબાદ આ ખાલી પડેલી જગ્યામાં બે માસની સમયમર્યાદામાં ભરી દેવાની રહે છે.
પરંતુ હાલ ચેમ્બરની વર્તમાન બોડીની મુદત ૩૧મી માર્ચે પૂર્ણ ઈ રહી હોય. રાજીનામા સ્વીકાર્યા બાદ ખાલી જગ્યા ભરવા માટે કોઈપણ કાર્યવાહી હા ધરાશે નહીં.