બન્ને સિંહણે ત્રીજી વખત સિંહબાળને આપ્યો જન્મ

અબતક, દર્શન જોશી
જુનાગઢ
સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર જૂનાગઢના સક્કરબાગ ઝુ માંથી આવ્યા છે, અહીંની બાબરકોટ નામની સિંહણ અને ડી ત્રીસ નામની સિંહણે બે દિવસમાં ચાર બાળ સિંહને જન્મ આપતા સક્કરબાગ ના સિંહ પરીવરમાં 4 સભ્યોનો વધારો થયો હોવાની પુષ્ટિ સક્કરબાગ ઝુ ના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

જૂનાગઢમાં અંગ્રેજોના વખતમાં બનાવાયેલ જગ વિખ્યાત સક્કરબાગ ઝુમાં છેલ્લા બે દિવસ દરમિયાન બે સિંહનો એ 4 સિંહ બાળને જન્મ આપતા ત્રાકુંડા અને ધારી નામના બે વનરાજાના ઘેર પારણું બંધાયું છે. તથા બંને સિંહણ અને ચારેય બાળસિંહ એક્દમ હેલ્ધી હોવાની જૂનાગઢ સક્કરબાગ ઝુના વેટરનિટી ડો. રિયાઝ કડીવાર જણાવી રહ્યા છે.

Screenshot 22 1

જુનાગઢ સક્કરબાગ ઝુના આર.એફ. ઓ. નીરાવકુમારના જણાવ્યા અનુસાર, ગઈકાલે તા 6 ના રોજ ડી 30 નામની સિંહણ અને ધારી નામના સિંહના સફળ બ્રિડીંગથી બે બાળ સિંહનો જન્મ થયો છે. આ ઉપરાંત સક્કરબાગ ઝુમાં ગત તા. 5 ના રોજ ત્રાકુંડા નામના નર સિંહ અને બાબરકોટ નામની સિંહણના સફળ બ્રિડીંગથી બે બાળ સિંહનો જન્મ થયો હતો. આમ બે દિવસમાં ચાર સિંહ બાળ નો જન્મ થયો છે. આ બન્ને સિંહણે બીજી કે ત્રીજી વખત નવજાત સિંહને જન્મ આપ્યો છે, તેથી સમયે સમયે બાળ સિંહને દૂધ પીવડાવીને જતન કરી રહી છે, આ સાથે સક્કરબાગ ઝુના વેટરનિટી ડોક્ટરો દ્વારા તપાસ થઈ રહી છે તથા કર્મચારીઓ દ્વારા પણ સમયે સમયે ખોરાક સહિતની બાબતોની ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.સક્કરબાગ ઝુનામાં બે સિંહના ઘરે પારણા બંધાતા સક્કરબાગ ઝૂ ના કર્મીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સાથેસાથે સક્કરબાગમાં વસતા સિંહ પરીવરમાં 4 સભ્યોનો વધારો થતાં સિંહ પ્રેમીઓમાં ખુશી વ્યાપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.