રૂ. ૧૫ કરોડના ખર્ચે કાળાસર-ઘેલા સોમનાથ રોડની પહોળાઈ તેમજ મજબુતીકરણ કરવાના કામનું  થયેલું ખાતમુહૂર્ત

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ ખાતે કાળાસર થી ઘેલાસોમનાથ જવાના રસ્તાને પહોળા તેમજ મજબુતીકરણ કરવાના કામનું ખાતમુર્હત કરતા જણાવ્યું હતું કે, જસદણ તેમજ વીંછિયાને જોડતા તમામ વિસ્તારના રસ્તાઓ પહોળા અને મજબૂત બને તે દિશામાં આયોજન અને સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. કાળાસર- ઘેલાસોમનાથ રસ્તો પહોળો બનતા દર્શનાથે આવતા યાત્રિકોને સુગમતા પ્રાપ્ત થશે તેમ મંત્રીશ્રી એ જણાવ્યું હતું.

Khatmuhurt kuvarji bavariya Rajkot Dt 1

આ તકે મંત્રીશ્રી બાવળિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ જસદણ થી આટકોટ વચ્ચે ફોર-લેન રસ્તાનું કામ શરૂ થશે, તેની મંજૂરી તેમજ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ રસ્તો પૂર્ણ થતા રાજકોટ થી જસદણ સુધી માર્ગ પરિવહન સરળ બનશે.

મંત્રીએ આ તકે ઉપસ્થિત ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા કાયમી દૂર થાય તે માટે સૌની યોજના દ્વારા આલમ સાગર ડેમમાં ફેબ્રુઆરી સુધીમાં પાણી ભરી દેવાની વાત ઉચ્ચારી હતી. નાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે ૩૦૦૦ થી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં પણ ઓવરહેડ ટાંકીનો લાભ મળશે તે મંત્રીએ જણાવ્યું હતું. મંત્રી કુંવરજી બાવળીયાએ રોડ રસ્તા પીવાના પાણી સહિતની વિવિધ જરૂરિયાતો પરિપૂર્ણ કરવા રાજ્ય સરકારનો પૂર્ણ સહયોગ હોવાનું આ તકે જણાવ્યું હતું.

7537d2f3 5

કુંવરજીભાઈએ ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે, કમોસમી વરસાદમાં નુકસાન થયેલા ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાનું રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરાયું છે, જે માટે હાલ સર્વે હાથ ધરવામાં આવેલ હોય તમામ ખેડૂતોએ વહેલાસર નામ નોંધાવી લાભ લેવા જણાવ્યું હતું.

જસદણ તાલુકાનો કાળાસર ઘેલાસોમનાથ રોડ રૂ. ૧૫ કરોડના ખર્ચે સાત મીટરનો કરવામાં આવશે તેમજ રસ્તામાં ૨૭ જેટલા નાળા પર પુલ બનાવવામાં આવશે. આ રોડ બનતા જસદણ-વિંછીયા સ્ટેટ હાઇવે ઘેલાસોમનાથ મંદિર સુધી સંપૂર્ણ રસ્તો વિભાગીય થઇ જશે જેનાથી હડમતીયા, ફુલજર, કાળાસર વગેરે ગામોના લોકોને લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.