૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર ખાતે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર હસ્તકનાં હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉઅઢ-ગઞકખ (પંડિત દિનદયાલ અંત્યોદય યોજના) અંતર્ગત ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા ૯ સખી મંડળોએ આ એક્ઝીબીશનમાં ભાગ લીધો હતો. આ સૌરાષ્ટ્ર કચ્છનાં એક્ઝીબીશનમાં સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છ માંથી ૧૬૦ વૈવિધ્ય પૂર્ણ સાતત્ય સાથેના આર્ટિકલોનો સમાવેશ કરવામાં આવેલ હતો, તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
જેમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના નિશાર સખી મંડળ(ઈમીટેશન વર્ક), નૈમિષા સખી મંડળ( મુખવાસદાની, ફોટો ફ્રેમ, તોરણ, મીનાવાળા ગાડા, સ્ટોન આઇટમ, કી સ્ટેન્ડ), દિવ્યાંશ સખી મંડળ (ઉનની આઇટમ, જ્વેલરી), હરિક્રિષ્નાસખી મંડળ(હાથ બનાવટની લગ્ન સબંધિત તમામ આઇટમ) , એવરગ્રીન સખી મંડળ(માચીવર્ક, ફેબ્રિકપેન્ટિંગ), દિશા સખી મંડળ (તોરણ, માટીના ટોડલીયા વાસનો, માચી વર્ક), શક્તિ સખી મંડળ (ચણીયા ચોલી, હેન્ડ વર્ક), રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ(હેન્ડ વર્ક), સાથિયા સખી મંડળ (રજવાડી પર્શ) દ્વારા ભાગ લેવાયો હતો.
મંડળો દ્વારા કુલ ૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પુરા થી વધુ રકમનું વેચાણ સ્થળ ઉપર કરેલ છે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનાં કલાગીરી ધરાવતા કારીગરોને રોજગારી પૂરી પાડી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની દિશામાં કામગીરી હાથ ધરી સખી મંડળોને રોજગારી સુનિશ્ચિત કરાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનાં સખી મંડળોને રોજગારી મળી રહે એ હેતુસર જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવા શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સમિતિના ચેરમેન શ્રીમતિ રૂપાબેન શીલુ તથા ડેપ્યુટી કમિશનરશ્રી સી. કે. નંદાણી, સહાયક કમિશનરશ્રી એચ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ મેનેજર (પ્રોજેક્ટ)શ્રી ભૂમિબેન એચ. પરમારતથા પ્રોજેક્ટ શાખાના સમાજ સંગઠકો તથા ગઞકખ મેનેજરે જહેમત ઉઠાવી હતી.