વઢવાણ – લખતર રોડ પર વહેલી સવારે ટ્રક અને કાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક જ પરિવારની ત્રણ વ્યકિત સહિત ચારના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા છે. લખતરના લોલડીયા પરિવાર પલાસા ગામે માતાજીની માનતા કરવા જતા જીવલેણ અકસ્માત સર્જાતા કારનો બુકડો ટ્રાફીક જામ થતાં પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી ટ્રાફીક કિલયર કરાવ્યો હતો. ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોતથી કરૂણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ખાસ કરીને વઢવાણ લખતર હાઇવે ઉપર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે વઢવાણ લખતર હાઈવે લખતર નજીક ઝમર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જીવલેણ અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયાં છે. લોકોના મોત નિપજ્યા છે.
પલાસા ગામે માતાજીની માનતા પુરી કરવા જતાં એક જ પરિવારની ત્રણ વ્યકિત કાળનો કોળીયો બનતા કરૂણાંતિકા
ઝમર ગામ નજીક સેન્ટ્રો કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નીપજ્યા ત્યારે આ મામલે લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. મળતી માહિતી મુજબ બહારથી ખેત મજૂરી કરવા આવેલો પરિવાર લખતર થી માતાજીની માનતા પૂરી કરવા માટે પલાસા જઈ રહ્યો હતો લોલડીયા પરિવાર માતાજીની બાધા પૂરી કરવા જતા હતા. તો તે દરમિયાન ઝમર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો છે.
અકસ્માતમાં એક જ પરિવારના ગીતાબેન, નરસિંહભાઈ અને શ્રદ્ધા નામની પુત્રીનું મોત નિપજ્યું છે.આ ઉપરાંત જેના ખેતરમાં કામ કરતા હતા તે ખેતર માલિક મૌલિકભાઈ રબારી પોતાની ગાડી લઈ અને તમામ લોકોને લઈ જઈ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે તેમનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું છે
ઘટનાની જાણ થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે તમામ મૃતદેહો ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે એક ઇજાગ્રતને લખતર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે અને તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ હાઇવે લખતર પોલીસ તાત્કાલિક દોડી જઈ હાઈવે પર ટ્રાફીક ખુલ્લો થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
વઢવાણ અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા ચાર દિવસમાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં છ લોકોના મોત નીપજ્યા હોય તેવા પ્રકારના બનાવો બન્યા છે લખતરું કડમ જેવા ગામો નજીક અકસ્માતો સર્જાયેલા છે.અકસ્માતમાં પિતા માતા અને પુત્રી કાળનો કોળીયો બનતા અરેરાટી મચી ગઇ છે.
ખેત મજૂરી તરીકે કામ કરતા લોલડિયા પરિવારમાં આ અકસ્માતને લઈ શોકનું મોજુ ફરી વળવા પામ્યું છે આ અકસ્માતમાં પરિવારમાં પિતા માતા અને પુત્રીનું મોત નીપજવા પામ્યું છે ઘટનાને લઇ અને સમગ્ર જે પરિવાર છે તે લખતર ખાતે આવી પહોંચ્યો છે સરકારી હોસ્પિટલમાં પણ કલ્પાત સર્જાયો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે લોલડીયા પરિવારના ત્રણ લોકોના મોત નિપજવા પામ્યા છે આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
લખતર પોલીસ મથકના પીએસઆઇ ડાભી સહિતના સ્ટાફને અકસ્માત મામલે જાણ થતા તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને હાઇવે ઉપર થઈ ગયેલો બ્લોક દૂર કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક જામ થયો હતો પોલીસે ટ્રાફીક કિલયર કરાવ્યો છે.
ગરબાડા પાસે ટ્રક અને રિક્ષા અથડાતા રાજકોટના શ્રમજીવી પરિવારના છના મોત
ગરબાડાની મારામારીના કેસની કોર્ટ મુદતે જતાં પરિવારની રિક્ષાને વહેલી સવારે નડ્યો જીવલેણ અકસ્માત
રાજ્યમાં મંગળવારનો દિવસ અકસ્માત માટે અમંગળ રહ્યો છે. બે સ્થળે માર્ગ અકસ્માતમાં 10 લોકોના ભોગ લીધા છે. જેમાં દાહોદના ગરબાડા ગામે રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઝાલાવડના લખતર નજીક ટ્રક અને કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વધુ વિગત મુજબ દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર રિક્ષામાં સવારે મજૂરી કામે જઇ રહ્યા હતા ત્યારે ગરબાડા તાલુકાના અલીરાજપુર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે ઓટો રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના બે લોકો સહિત છ લોકોના મોત નિપજ્યા હતા.
જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ગરબાડા પોલીસ મથકના સ્ટાફને થતા પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર ટ્રાફીકજામ થતા પોલીસે ટ્રાફીક ક્લીયર કરી ટ્રકના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લાલચમાં ગેરકાયદે રીતે વધારે લોકોને બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.