જામનગરના વૃઘ્ધ, મુળીના સરા, રાજકોટના યુવાન અને પોરબંદરની બાળકીને સ્વાઇન ફલુ ભરખી ગયો: મૃત્યુ આંક ૧૩૪ થયો
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇનફલુએ અનેક વ્યકિતઓના ભોગ લીધા પછી પણ આરોગ્યતંત્ર સ્વાઇનફલુને નાથવામાં નાકામ રહ્યું હોય તેમ સ્વાઇનફલુના વધુ બે દર્દીઓના મોત નિપજયા છે. અને અત્યાર સુધીમાં સ્વાઇનફલુએ કુલ ૧૩૪ દર્દીઓનો ભોગ લીધો છે. હાલ સિવીલના સ્વાઇનફલુ વોર્ડમાં કુલ ૬ દર્દીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જેમાં ચાર દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અને હજુ બે દર્દીઓના રિપોર્ટ બાકી છે.પોરબંદર જીલ્લ.ઇાના કાટેલા ગામના જેઠીબેન ડાયાભાઇ નામની ૩ વર્ષની બાળકીને ગત તા. ૧૬મીએ અને મુળી તાલુકાના સરાગામના પરેશભાઇ હરીભાઇ દોશી નામના ૪પ વર્ષના યુવાનનેગત તા.૮ મીએ સ્વાઇનફલુની સારવાર અર્થે સીવીલના સ્વાઇનફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા બંને દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી પરંતુ બંને દર્દીઓએ સારવાર દરયિમાન ગત મોડી રાત્રે હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો. જયારે કાલે શહેરની ખાનગી હોિ૫સ્ટલમાં સ્વાઇનફલુની સારવાર લઇ રહેલા ૭૦ વર્ષના વૃઘ્ધનું મોત નિપજયું હતું.રાજકોટના ૨૮ વર્ષના દિપક ભરત મુંધવાએ સ્વાઇનફલુ વોર્ડમાં રિપોર્ટ આવ્યા પહેલા જ દમ તોડયો હતો. પરંતુ તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એક રાતમાં બે દર્દીઓના મોત નિપજતા સ્વાઇનફલુ વોર્ડના દાખલ દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
હાલ સીવીલના સ્વાઇનફલુ વોર્ડ નં.૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જેમાં બે પુરૂષ અને બે મહીલા દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અને એક પુરૂષ અને મહીલા દર્દીના રિપોર્ટ હજુ બાકી છે.