શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા
નેશનલ ન્યૂઝ
અમૃતસરના મજીઠા રોડ પર આવેલી નાગકલાન ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભયંકર આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં આશરે 4 લોકોના મોત નીપજયાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયાં છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. લાગેલી આગમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે હજુ સુધી આગના કારણે થયેલ નુકશાનનું ચોક્કસ આકલન કરવામાં આવ્યું નથી. ફેક્ટરીની અંદર કામ કરતા કર્મચારીઓએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ પર કાબૂ મેળવવાની કામગીરી હજુ ચાલુ છે. આગ એટલી ભયાનક હતી કે કેમિકલના ડ્રમમાં વિસ્ફોટ થયા હતા. આગ એટલી ભયાનક હતી કે શરૂઆતમાં માત્ર ધુમાડો જ નીકળતો હતો. તે ધુમાડાને કારણે ફાયર વિભાગના કર્મચારીઓ પણ આગ ઓલવવા અંદર જઈ શક્યા ન હતા. ધુમાડો ઓછો થતાં ફાયર વિભાગના જવાનોએ આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ફેક્ટરીમાં 1600 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ બહાર દોડવા લાગ્યા. એરફોર્સના વાહનો સહિત 80 ફાયર ટેન્ડરોએ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં 80 ટકા આગ પર કાબૂ મેળવી લીધો હતો.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા
એક પોલીસ અધિકારીએ કહ્યું કે બિલ્ડિંગમાં આગ કેવી રીતે લાગી તે વિશે કંઈપણ અનુમાન કરવું ખોટું હશે. જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમે બિલ્ડિંગમાં હાજર મોટાભાગના લોકોને બહાર કાઢ્યા છે. કેટલાક લોકો ફસાયા છે, તેમને પણ બહાર કાઢવામાં આવશે.