ચારેય-આરોપી વિરૂધ્ધ જેલ તંત્રમાં કરેલી અરજી કારણભૂત હોવાની ચર્ચા: બે શખ્સોએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ  કર્યો ‘તો

 

હમેંશા ચકચાર માં રહેતી ગોંડલ ની સબજેલ મા કાચા કામ ના ચાર કેદીઓ એ કાચ થી હાથ ઉપર છરકા મારતા લોહીલુહાણ હાલત મા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.એક જેલ સહાયક ની કનડગત થી પગલુ ભર્યા નુ જાણવા મળ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ સબજેલ મા કાચા કામ ના કેદી તરીકે યાર્ડ નં.1 બેરેક નંબર બે મા રહેલા શરદ દિલીપભાઈ ભરખડા, અશ્ર્વીન વાલજી ધુડા અને સમીર ફીરોઝ શાહમદારે બપોરે હાથ મા કાચ વડે કાપા કરતા ઇજાગ્રસ્ત હાલત મા હોસ્પિટલ ખસેડાયા હતા.જયારે ટીપુ ઉર્ફ સુલતાન જાનમહમદ ને પથરી નો દુખાવો હોય હોસ્પિટલે લઇ જવાતા હોસ્પિટલ ના બાથરુમ મા બારી નો કાચ તોડી હાથ ઉપર કાપા મારતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

સબજેલ ની બનેલી ઘટના અંગે અધિક્ષક ગમારા એ જણાવ્યુ કે બપોરે ઘટના ની જાણ થતા હુ તુરંત જેલ પર પહોંચી કેદીઓ ને હોસ્પિટલ લઈ ગયો હતો.કેદીઓ એ જેલ ના એક કમઁચારી પર ત્રાસ ગુજાર્યા નો આક્ષેપ કરી પગલુ ભર્યા નુ  અધ્યક્ષ ગમારા એ જણાવ્યુ હતુ.

આત્મહત્યા નો પ્રયાસ કરનાર ટીપુ ઉર્ફ સુલતાન આટકોટ નો છે.ધોરાજી મા તેની પ્રેમીકા ના નાક કાન કાપી નાખવા અંગે કલમ 307 અન્વયે ગુનો નોંધાયો હોય ગોંડલ સબજેલ મા છે.જ્યારે શરદ ભરખડા દારુ ની હેરાફેરી અંગે જેલ મા છે.અશ્ર્વીન ઘુડા શાપર નો છે.કારખાનેદાર પાસે ખંડણી માંગવા અંગે જેલ મા છે.અને સમીર શાહમદાર ગોંડલ આવાસ ક્વાર્ટર મા દેવીપુજક ની હત્યા અંગે જેલ મા છે.

જેલ પ્રશાસન ને દબાણ આપવા જેલ મા અવારનવાર સ્ટંટ થતા રહે છે.આ અગાઉ અધિક્ષક વ્યાસ ના સમય મા પણ કેદીઓ એ આત્મહત્યા ના પ્રયાસો કર્યા હતા.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેલ ના કમઁચારીઓ એ આ ચારેય કેદીઓ વિરુદ્ધ છેક જેલ વિભાગ ના આઇજી સુધી અરજી કરી છે.આ ઘટના મા ખરેખર સત્ય શું છે એ તપાસ નો વિષય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.