મચ્છાનગરના યુવકના તાજેતરમાં લગ્ન હોવાથી સોનાની ખરીદી કરવાની વાચચીત સાંભળી ગઠીયાએ પોતાની પાસે સસ્તામાં સોનું વેચવા માટે આવવાનું હોવાનું કહી વિશ્વાસ કેળવી પોલીસ જીપમાં આઉટ સોસથી ડ્રાઇવીંગનું કામ કરતા બે હંગામી કર્મચારીની મદદથી છ શખ્સોએ ભરવાડ યુવક સાથે છેતરપિંડી કરવાનો પ્લાન બનાવી સાયબર ક્રાઇમની જીપનો છેતરપિંડીના ગુનામાં ઉપયોગ કરી રુા.6 લાખની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે બે આઉટ સોસના ડ્રાઇવર સહિત ચારની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા અન્ય બે શખ્સોની શોધખોળ હાથધરી છે.
આઉટ સોર્સના ડ્રાઇવરે ચીટરને ભગાડવામાં સાયબર ક્રાઇમ પોલીસની જીપનો ઉપયોગ કર્યો: છેતરપિંડીના ગુનામાં બે શખ્સોની શોધખોળ
શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવકને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ગઠિયા ગેંગે ફસાવ્યો હતો. સોનું મેળવવા ગયેલા યુવક પાસેથી રૂ.6 લાખ પડાવી ગઠિયાઓ નાસી ગયા હતા. જોકે ચીટર ગેંગે છેતરપિંડીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જીપના આઉટ સોસના ચાલક સહિત ચારની પોલીસે અટકાયત કરી બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસેના મંછાનગરમાં રહેતા માયાભાઇ ઉર્ફે લાખાભાઇ ભરવાડ નામના 27 વર્ષના યુવકનો આસીફ અને મુનાફ નામના ઇસમ સાથે કેટલાક દિવસ પૂર્વે પરિચય થયો હતો. બંને ઇસમોએ સસ્તામાં સોનું મળે તેવો સંપર્ક હોવાની વાત કરી માયાભાઇને પોતાની જાળમાં ફસાવ્યો હતો. સસ્તામાં સોનું મેળવી રાતોરાત ધનવાન બનવાની લાલચમાં માયાભાઇએ પણ આસીફને રૂ.50 હજાર આપી દીધા હતા અને બાકીના રૂ.5.50 લાખ સોનું મળે ત્યારે આપવાનું નક્કી થયું હતું.
બે દિવસ પૂર્વે માયાભાઇને ગઠિયા ગેંગે એસ્ટ્રોન ચોકમાં બોલાવ્યો હતો. રૂ.5.50 લાખ રોકડા લઇને ત્યાં પહોંચેલા માયાભાઇની પાસેથી એસ્ટ્રોન ચોકમાં જ પૈસા મેળવવા ગઠિયાઓએ ખેલ પાડ્યો હતો પરંતુ સોનું મળે એટલે પૈસા આપીશ તેમ કહેતા ગઠિયાઓ સોનું લેવા માધાપર ચોકડીએ જવાનું કહેતા આસીફ, મુનાફ અને માયાભાઇ સહિત ત્રણ લોકો રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ પહોંચ્યા હતા.
માધાપર ચોકડીએ પહોંચતા એક શખ્સ સેન્ટ્રો કાર લઇને આવ્યો હતો અને થોડે દૂર ઊભી રાખી હતી, તે કારમાં સોનું હોવાનું કહી સૂત્રધાર આસીફે ભરવાડ યુવક માયાભાઇ ઉર્ફે મયૂર પાસેથી રૂ.5.50 લાખ મેળવી લીધા હતા. આસીફ સોનાનો જથ્થો લઇને પળવારમાં જ આવશે, સેન્ટ્રો કાર માયાભાઇની નજર સામે જ હતી.
સાયબર ક્રાઇમની જીપ ચલાવતા ગાંધીગ્રામના અશોકસિંહ ઉમેદસિંહ ઝાલાએ પોલીસની જીપ ગઠિયા ગેંગનો સાગરીત બન્યો હતો. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ છે.
પરંતુ આસીફ સેન્ટ્રો કાર પાસે પહોંચે તે પહેલાં જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જીપ આવી હતી અને તે જીપના ચાલક આસીફને બેસાડીને જતી રહી હતી. માયાભાઇની સાથે જ ઊભેલો ચીટર ગેંગનો સાગરીત મુનાફ સેન્ટ્રો કારમાં બેસીને ભાગી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ તમામ શખ્સો નાણાં લઇને નાસી જતાં ભરવાડ યુવકને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જોકે લાલચમાં નાણાં ગુમાવનાર માયાભાઇ ઉર્ફે મયૂરે એકાદ દિવસ આસીફ અને મુનાફનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઇસમોએ ફોન ઉપાડવાનું ટાળતાં અંતે યુવકે એ.ડિવિઝ્ન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.
રૂ.6 લાખની છેતરપિંડીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જીપનો ઉપયોગ થયાનું જાણી પીઆઇ હરિપરા સહિતનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.
ગાંધીગ્રામ સ્ટલીંગ હોસ્પિટલ પાછળ રહેતા મુન્નાફની અટકાયત કરી પુછપરછ કરતા તેની સાથે જંગલેશ્ર્વરનો આસિફ, ગાંધીગ્રામ વેલનાથ ચોકમાં રહેતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા, ઘંટેશ્ર્વર પાસે રહેતા નિવૃત એસઆરપી મેન રમેશભાઇ ત્રિવેદીના પુત્ર મનિષ ત્રિવેદી તેમજ અન્ય બે શખ્સોની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે ચારેયની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.