રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ.૯૬ હજારનો મુદામાલ જપ્ત કરતી જૂનાગઢ એસઓજી
માંગરોળ તાલુકાના કારેજ ગામની સીમમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ એસઓજીની ટીમે દરોડો પાડી જુગાર રમતા ચાર પતાપ્રેમીને રૂ. ૯૬ હજારના મુદામાલ સાથે દબોચી લીધા હતા જયારે નાસી ગયેલા શખ્સોને ઝડપીલેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના કારેજ ગામની સીમમાં આવેલી અરજણ પાંચા કોળીની વાડીમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ એસઓજીની ટીમે દરોડો પાડી જુગાર રમતા માંગરોળના મેખડીના કાળા ઉર્ફે કાળુ નારણ ચાવડા, કારેજના ગોવિંદ ભીખા ડાભી,કેશોદનાં ઉતેજના નાગાજણ ઉર્ફે નાગો લીલા મેર, ખીરસરા ઘેડના હાજી ડોલર દલને ઝડપી લીધા હતા.
જયારે દરોડા દરમિયાન કારેજના અરજણ પાંચા કોળી અને રામા જીવા કોળી તેમજ ઝરીયાડાના લક્ષ્મણ નાથા રબારી અને માળીયાહાટીનાના કાના કોળી નામના ચારેય શખ્સો નાસી ગયા હતા પોલીસે જુગારના પટમાં પડેલા રૂ. ૫૬૫૦૦ રોકડા પાંચ મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂ ૯૬૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે શીલના પીએસઆઈ આર.આર. ચૌહાણ સહિતના સ્ટાફે ગુનો નોંધી ફરાર શખ્સોની શોધખોળ આદરી છે.