મ્યુ. તંત્રની બેદરકારીથી દબાણ હટાવાયા બાદ ફરી ખડકાઇ જાય છે
મહાપાલિકાની ઢીલી નીતિને કારણે મહાપાલિકાની જમીનમાં હટાવાએલા દબાણો, બાંધકામોની જગ્યાએ ફરી દબાણ થઇ જાય છે. મહાપાલિકા તંત્ર દબાણ કરનારા સામે કડક કાર્યવાહી કરે તો આવું ન થાય તેમ લોકો કહે છે.
જામનગરના પટેલ પાર્ક નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં નગાભાઈ કરમૂર નામના આસામી દ્વારા જામનગર મહાનગરપાલિકાની ૧,૬૦૦ ફૂટ જેટલી જગ્યામાં ચાર દુકાનો ખડકી દઇ બિનઅધિકૃત રીતે દબાણ કરી દેવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા આજે જામનગર મહાનગર પાલિકાની દબાણ શાખાની ટુકડી બે જેસીબી મશીન તથા અન્ય સામગ્રીઓ સાથે પહોંચી ગઈ હતી. જ્યાં મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતું અને ચારેય દુકાનો પર જામ્યુકોના હથોડો ફેરવી ગઈ હતી,અને બાંધકામ તોડી નાખ્યું હતું. ગણતરીના કલાકોમાં જ સમગ્ર જમીનને ખુલ્લી કરાવી દીધી હતી.ઉપરોક્ત આસામી દ્વારા અગાઉ દસ વર્ષ પહેલા પણ આ જમીનમાં પેશકદમી કરી ને દબાણ કરાયું હતું. જ્યારે મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવી હતી. પરંતુ કોઇ પ્રક્રિયાના થતા દબાણ દૂર કરીને જમીન ખાલી કરાવાઇ હતી.
આ જમીનમાં નગાભાઈ કરમૂર દ્વારા ફરીથી ૪ દુકાનો ખડકી દેવામાં આવી હતી. જેની જાણકારી મળતાં એસ્ટેટ શાખાએ ફરીથી જેમા ફરીથી દબાણ દુર કર્યું હતું. અને સરકારી જગ્યા ખુલ્લી કરાવી છે. આ દબાણ હટાવવા સમયે અનેક રાજકીય હસ્તક્ષેપના કરાયા હતા.પરંતુ દબાણ હટાવ શાખાએ કોઇની દરકાર કર્યા વિના દબાણને દૂર કરી દીધું હતું.