અરવલ્લી એસીબીએ શામળાજી પાસે ટ્રકચાલકો પાસેથી સેલટેક્સ વિભાગના ઇન્સ્પેકટરો રૂપિયા ખંખેરતા હોવાની બાતમી આધારે કરેલી રેડમાં કારમાંથી રૂ.6.51 લાખ બિનહિસાબી મળી આવ્યા હતા. આથી વેરા નિરીક્ષક વિભાગના ચાર ઇન્સ્પેકટરોની અટકાયત કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.હિંમતનગર-શામળાજી હાઈવે પર દિલ્હી-મુંબઈ માલવહન કરતી ટ્રકોના ચાલકોને સેલટેક્સના વર્ગ-3 ના નિરીક્ષકો દ્વારા કનડગત કરાતી હોવાની અને રૂપિયા ખંખેરતા હોવાની બૂમ ઉઠતાં એસીબીની ટીમે હાઈવે પર ધામા નાખ્યા હતા. એસીબીના પીઆઇ સી.ડી. વણઝારા અને સ્ટાફે શામળાજી પાસે રેડ કરતાં 4 સેલટેક્ષ અધિકારીઓના હોશકોશ ઊડી ગયા હતા.અધિકારીઓની કાર (જીજે 18 બીએચ 1998)ની તલાશી લેતાં અંદરથી રોકડ રકમ રૂ. 6.51 લાખ બિનહિસાબી મળી આવતાં એસીબીએ વેરા નિરીક્ષક વિભાગના 4 ઇન્સ્પેક્ટરોની અટકાયત કરી જિલ્લાની એસીબીની વડી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન તેઓ આટલી મોટી બિનહિસાબી રકમ ક્યાંથી આવી આ અંગે જરૂરી પુરાવા રજૂ ન કરતાં તેમની સામે એસીબીએ ગુનો નોધી પ્રજાપતિ મહેન્દ્રકુમાર મનજીભાઈ શિવાનંદ કેશવલાલ જાદવ હાર્દિક દિલીપભાઈ લાંબા રોહિતકુમાર ગુણવંતલાલ ત્રિવેદી ચારની ધરપકડ કરતાં જીએસટી વિભાગમાં ફફડાટમચી જવા પામ્યો છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.
- શિયાળામાં મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
- Triumphની સૌથી સસ્તી બાઇક Speed T4 હવે બની વધુ સસ્તી..!
- શું વાત છે Kawasaki એ ભારતમાં લોન્ચ કરી Kawasaki Ninja 1100SX કિંમત જાણીને ચોકી જશો…
- kia તેની ન્યુ Kia Syros SUV ટુંકજ સમય માં કરશે ભારતમાં લોન્ચ, જાણો કોને કોને આપશે ટક્કર…
- Jeep અને Citron પણ તેની નવી કાર પર કરી રહી છે વધારો…
- મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે મોટી બોટ દુર્ઘટનામાં 3ના મોત, 5 ગુમ
- Lookback 2024 Sports: ક્રિકેટની ટોપ 5 અવિસ્મરણીય ક્ષણો