બંગલા ન મળવાના કારણે વર્તમાન મંત્રીઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂત
ગુજરાત સરકારના ચાર-ચાર પૂર્વ મંત્રીઓએ હજી સુધી સરકારી બંગલા ખાલી કર્યા ન હોવાના કારણે વર્તમાન મંત્રીઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર બન્યા છે. ગુજરાત સરકાર નોટિસ આપી સરકારી બંગલાઓ ખાલી કરાવે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સાંસદ પદેથી નિષ્કાસિત કર્યા અને તુરંત જ તેઓ 19 વર્ષથી જે બંગલામાં રહેતા હતા તે ખાલી કરવાની નોટિસ આપી. રાહુલ ગાંધીએ લાગણીશીલ હોવા છતાં હસ્તે મોઢે એમ કહીને બંગલા ની ચાવી અધિકારીઓને સોંપી દીધી હતી. આ એજ રાહુલ ગાંધી છે કે જેમના પૂર્વજ જવાહરલાલ નહેરુએ પોતાનો આનંદ ભવન બંગલો આઝાદીની લડાઈ માટે સમર્પિત કર્યો હતો. દેશને અને આઝાદી બાદ ભારતને વિધિવત સોંપ્યો હતો અને તાજેતરમાં રાહુલજીએ કોઈપણ સંકોચ વિના પોતાનું ઘર ખાલી કરી દીધું છે.
ગુજરાતના મંત્રીઓના ગાંધીનગર સ્થિત રહેલા બંગલા છે. રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ હજી પણ પોતાનો મંત્રીઓના નિવાસ સ્થાન સ્થિત પોતાનો મળેલો ગાંધીનગરમાં ગવર્નર હાઉસ સામે મોકાનો સરકારી બંગલો ખાલી નથી કર્યો?, એજ પ્રમાણે પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનું મોરડીયાએ પણ બંગલા ખાલી કર્યા નથી ? અને વાપરી રહ્યાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
સૌથી ધ્યાન આકર્ષક બાબત એ છે કે ભૂતકાળમાં મુખ્યમંત્રીઓ પોતાના માટે એક નંબરનો બંગલો વાપરતા હતા પરંતુ મૃદુ ગણાતા ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી બંગલા નંબર 24, 25, 26, 27, 28 નો ઉપયોગ લોકસેવા માટે કરી રહ્યા છે ?. પૂર્ણેશ મોદી અને જીતુભાઇ ચૌધરીના નામની તકતીઓ પણ અત્યારે તેઓએ બંગલા ખાલી નથીં કર્યા તેની ચાડી ખાઈ રહી છે.
ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારને હાંકી કઢાયા પછી પણ સરકારના પૂર્વ મંત્રીઓએ નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, શ્રી ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપ જાડેજા, જયદ્રથ પરમાર, પરસોતમ સોલંકી, ઈશ્વર પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્ર જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા આપ્યા ન હતા.
થોડા સમય પહેલા એવા સમાચાર પણ હતા કે હાલના મંત્રીઓ જે છે તેમને બંગલો ના મળતા સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર થવું પડે છે. પ્રદેશ કોંગ્રેસ સરકારને માગણી કરે છે કે જેટલા પણ મંત્રીઓ પૂર્વ છે અને નૈતિકતાથી તેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમના મકાન ખાલી કરાવવાની નોટિસ આપીને કાયદાકીય રીતે બંગલા ખાલી કરાવીને જનતાના રૂપિયાનો ખોટો વ્યય થતો અટકાવીને કાયદેસરના પગલાં લઈને જનતાને મૃદુતા સાથે મક્કમતાનો વિશ્વાસ આપે.