માંગરોળ, ઉના તેમજ કચ્છના દુધઈ-ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

રાજ્યમાં એકબાજુ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બીજીબાજુ ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના ચાર આંચકા આવ્યા છે જેમાં માંગરોળ, ઉના તેમજ કચ્છના દુધઈ-ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 12:44 વાગ્યે કચ્છના દુધઈથી 27 કિમી દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સાંજે 7:34 કલાકે ઉનાથી 18 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 9:44 વાગ્યે કચ્છના ભચાઉથી 25 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જયારે આજે સવારે 3:54 કલાકે માંગરોળથી 14 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.