ભૂકંપનું એપીસેન્ટર મહારાષ્ટ્રના પાલઘર નજીક નોંધાયું
ગત મધરાતે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ૩ કલાકમાં ભૂકંપના ૪ આંચકા આવ્યા હોવાનું નોંધાયું છે. વલસાડમાં પણ સામાન્ય ધ્રુજારી અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક નોંધાયું છે. ભૂકંપની તિવ્રતા ઓછી હોવાની કારણે કોઈ જાનમાલની હાની નોંધાઈ નથી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહારાષ્ટ્રમાં ગત મધરાતે ૧:૧૨ કલાકે ૨.૯ની તિવ્રતાનો, ૧:૧૫ કલાકે ૩.૬ની તિવ્રતાનો અને ૧:૧૮ કલાકે ૨.૮ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ૬ મીનીટની અંતરાલમાં ભૂકંપના ૩ આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. વહેલી સવારે ૪:૨૫ મીનીટે ૨.૨ની તિવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપની અસર વલસાડમાં પણ અનભુવાઈ હતી.
વલસાડમાં પણ ધરામાં સામાન્ય ધ્રુજારી નોંધાઈ હતી. ભૂકંપનું એપીસેન્ટર પાલઘર નજીક નોંધાયું છે.