એક જ દિવસમાં ભૂકંપના ૪ આંચકાથી લોકોમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. શુક્રવારના રોજ ચૂડા તાલુકાના ચોકડી અને સાયલાના વખતપર, સુદામડા, અને જશાપર ગામની આસપાસના વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી અવારનવાર આવતા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ત્યારે શુક્રવારે ફરીએક વાર ચૂડા અને સાયલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા નોંધાયા હતા. દિવસ દરમિયાન સવારના ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધીમાં ૧.૮,૧.૭, ૧.૫ અને ૧.૫ ની તીવ્રતાના કુલ ૪ ભૂકંપના આંચકા આવ્યા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું હતું. જેમાં સાયલા તાલુકાના મોટા વખતપર, સુદામડા, અને જશાપર ગામ પાસે એપીસેન્ટર હોવાનું ધ્યાને આવ્યું હતું જ્યારે ચૂડા તાલુકાના ચોકડી ગામ પાસે એપી સેન્ટર નોંધાયું હતું. છેલ્લા થોડા સમયથી વારંવાર આવતા હળવા આંચકાને કારણે લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર જીલ્લા મા નાના આંચકાઓ આવી રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા બપોરના સમય દરમિયાન મોટામઢઆદ , નાનામઢઆદ , અને ફૂલગ્રામ મા ૧.૭ ની તીવ્રતા ના ૪ ભૂકંપ ની તીવ્રતાના આંચકાથી ધારા ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ના ચુડા પાસે ૧.૩૭ કલાકે ફરી એકવાર ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો અને તેની તીવ્રતા ૨.૨ ની હતી.
મહત્વનું છે કે, છેલ્લા એક માસ મા સુરેન્દ્રનગર જીલ્લામાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે આજે ગણતરીના કલાકો દરમિયાન ભૂકંપના નો ૨.૨ ની તીવ્રતા નો આંચકો આવતા આંચકા આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. લોકો આશા સેવી રહ્યા છે કે, નાના આંચકાના પગલે આજે મોટા છ આંચકા આવવાની સાથે કદાચ કોઈ મોટો સંકેત પણ તેમાં હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાના કારણે ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાનું પણ તજજ્ઞો માની રહ્યા છે. આ ભૂકંપનું એપિસેન્ટર સુરેન્દ્રનગર જીલ્લા ના તાલુકાઓ હોવાનું જાણવા મળ્યું છે.