ડૂબતી બે દીકરીને બચાવવા માતા કૂદી તેને બચાવવા કૌટુંબિક જેઠાણી કૂદી : ચારેયના મોત
મૂળી તાલુકાનાં ગઢાદમાં કપડા ધોવા ગયેલી માતા, બે પુત્રી સહિત ચાર વ્યકિતનાં પાણીમાં ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા હતા બાદ પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયા હતા.
મૂળીના ગઢાદમાં રહેતાઅને ખેતી કરતા મુકેશભાઇ ગળધરીયાનાં પત્નિ ૩૪ વર્ષીય કંચનબેન તેમની બે દિકરીઓ ૧૪ વર્ષની રેણુકા અને ૧૨ વર્ષીય જયશ્રી તેમજ કૌટુંબીક જેઠાણી ગીતાબેનકાળુભાઇ ગળધરીયાસાથે શુક્રવારે સાંજનાં સમયે ટીડાણા રોડ પર આવેલ નદીએ કપડા ધોવા માટે ગયા હતા. તે સમયે પ્રથમ રેણુકા અને જયશ્રીપાણીમા પડતા તે ડુબવા લાગી હતી.
આથી માતા કંચનબેને દિકરીઓને બચાવવા નદીનાપાણીમાં ઝંપલાવ્યુ હતુ. જોત જોતામાં માતા અને બન્નેપુત્રીઓ ડુબવા લાગતા ગીતાબેન પણ તેમને બચાવવા જતા નદીનાઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાચારેયનાં અકાળે મોત થયા હતા.આ બનાવમાં કંચનબેન અને ગીતાબેનનામૃત મળી આવ્યાહતા. જયારે બે દિકરીઓના મૃતદેહ તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા.
૧૦૮ના ઇએમટી મહેશભાઇ મેર અને કાંતીભાઇ મકવાણા દ્વારામૃતકોની લાશને પીએમ માટે મૂળી હોસ્પિટલ લઇ જવાઇ હતી. આ અંગે ગઢાદના સરપંચ વિક્રમસિંહ પરમારે જણાવ્યું કે,નાના એવા ગઢાદ ગામમાં એક સાથે ચાર વ્યકિતનાં પાણીમા ડુબી જવાથી મોત થયા છે. હાલ મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા