બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બનતા રાજ્યમાં ફરી ચોમાસામાં નવો અને જોરદાર રાઉન્ડ આવશે: સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ

હાલ કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેની અસરતળે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બનતા આજ થી ચાર દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૯૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ પડી ગયો છે. આ સો ગુજરાતમાં ચાલુ સાલ સીઝનનો ૯૯.૭૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારી રાજ્કોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથોસાથ અનુપગઢ, સીકર, ગુના, જલાલપોર, પેન્દ્રા સુધી મોન્સુન ટ્રફ સક્રિય છે. ઉત્તર-પૂર્વ બંગાળ અને તેની સાથે જોડાયેલા નોર્થ ઓડિસ્સા અને વેસ્ટ બંગાળના દરિયાકાંઠે એક નવું લો-પ્રેસર બન્યું છે. તેની અસરતળે આગામી ૭ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે જ્યારે ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દામણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, ગીર સોમના અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શુક્રવારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારેથી અતિ ભારે, આણંદ સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૭ સપ્ટેમ્બર એટલે કે શનિવારના રોજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારેથી અતિ ભારે, ઉત્તર ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમના જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૦ જિલ્લાના ૯૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે આજ સુધીમાં રાજ્યમાં કુલ ૯૯.૭૯ જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં મંગળવારે હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો હતો જેમાં સુરેન્દ્રનગરના સાયલામાં ૪ ઈંચ, મુળીમાં ૨ ઈંચ, અમરેલીના ખાંભામાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ચોટીલા, દસાડા, જસદણ, બરવાળા, રાજુલા, ધારીમાં ૧ ઈંચ, વઢવાણ, ધોરાજી, કાલાવાડ, ભેંસાણ, ગીર ગઢડા, તાલાલા, ઉના, અમરેલી, બાબરામાં અડધાથી લઈ પોણો ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે ૬ થી લઈ ૮ વાગ્યા સુધીના બે કલાક સમયગાળામાં રાજ્યના ૧૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ભાદર સહિત ૧૫ જળાશયોમાં પાણીની આવક :

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર સહિત ૧૫ જળાશયોમાં પાણીની આવક વા પામી છે. જેમાં ભાદરમાં ૦.૧૦ ફૂટ, ફોફળમાં ૦.૮૯ ફૂટ, ગોંડલમાં ૦.૪૯ ફૂટ, ફાડદંગ બેટીમાં ૦.૪૯ ફૂટ, કરમાળમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨માં ૧.૩૧ ફૂટ, કર્ણુકીમાં ૧.૬૪ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૩૩ ફૂટ, ડેમી-૩માં ૦.૧૬ ફૂટ, વર્તુ-૧માં ૧.૧૫ ફૂટ, વેરાળી-૧માં ૦.૬૬ ફૂટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૭૫ ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૧.૨૮ ફૂટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૧૬ ફૂટ, નીભડીમાં ૦.૬૬ ફૂટ પાણીની આવક વા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.