- આજે નર્મદા, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદની આગાહી: મહુવા 41.6 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર
રાજયના અલગ અલગ વિસ્તારોમાં આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સવારથી ડાંગના સાપુતારાના સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણનો ફરી જોવા મળી રહ્યો છે. દરમિયાન રવિવારનો દિવસ ગરમ રહ્યો હતો. સૌરાષ્ટ્રનું મહુવા 41.6 ડિગ્રી સાથે રાજયનું ગરમ શહેર રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટબન્સ વિખેરાય જતાની સાથે જ રાજયમાં ફરીથી ગરમીનું જોર વધશે.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે.
આજથી ચાર દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમૌસમી વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી અને ડાંગ જીલ્લામાં માવઠાની શકયતા છે. સવારથી સાપુતારા સહિત ડાંગના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમુક વિસ્તારોમાં 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના રહેલી છે.
રવિવારનો દિવસ સૌરાષ્ટ્ર માટે ગરમ રહ્યો હતો. સૌરાષ્ટ્રના ચાર શહેરમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. મહુવા 41.6 ડિગ્રી સાથે રાજયું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું. જયારે સુરેન્દ્રનગરનું તાપમાન 40.7 ડિગ્રી સેલ્સીયશ રહેવા પામ્યું હતું. કેશોદનું તાપમાન 40.2 ડિગ્રી રહ્યું હતું.
આ ઉ5રાંત ભાવનગરનું તાપમાન 38.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 39.7 ડિગ્રી, વેરાવળનું તાપમાન 36.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 38.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાલયનું તાપમાન 38.9 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.6 ડિગ્રી, સુરતનું તાપમાન 38 ડિગ્રી, ભુજનું તાપમાન 38.2 ડિગ્રી, અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું હતું.
હજી વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. દરમિયાન આગામી ચારેક દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટબન્ટ વિખેરાય જતાની સાથે જ રાજયભરમાં ગરમીનું જોર વધશે.