કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા,ગુજરાતના સરકારના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ,કૃષિ મંત્રી આર સી ફળદુ તેમજ ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા રહેશે ઉપસ્થિત
કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની આવક ૨૦૨૨માં બમણી થઇ તેવું ઈચ્છી રહી છે ત્યારે રાજકોટમાં આવતીકાલથી ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે જેનાઉદઘાટન સમારોહમાં સૌરભભાઈ પટેલ,કૃષિ મંત્રી આર સી ફળદુ તેમજ ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આમતો આ પેહેલા રાજકોટમાં પેહેલી વખત વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટ યોજાયી હતી ત્યારે અનેક ઉદ્યોગને બહુ મોટો બેનિફિટ મળ્યો હતો અને અનેક એમ ઓ યુ પણ સાઈન થયા હતા ત્યારે આ વખતે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનું મુખ્ય ફોકસ એગ્રી ગ્રોથ કેવી રીતે મેળવી શકાય અને ખેતરમાં ક્યાં પાકનું વાવેતર મગફળી અને કપાસમાં વધુ પાક અને સારો પાક કેવી રીતે લઇ શકાય સહિતના કૃષિ આધારિત મુદ્દાને સ્થાન આપવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીયેશન ના પ્રેસિડેન્ટ સમીર શાહ એ જણાવ્યું કે કે આ વખતે અમે મગફળી અને શીંગતેલ ઉપર પણ મુખ્ય ફોકસ કરીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શીંગતેલ અંગે લોકો વધુ જાગૃત બને તે માટેના પ્રયાસો પણ આ સમિટમાં હાથ ધરાશે આ ઉપરાંત કેન્દ્ર સરકાર સાથે આવનારા દિવસોમાં ઉદ્યોગનું મહત્વ વધુ કેમ પ્રસ્થાપિત થઇ તેમાટેના પ્રયાસો હાથ ધરાશે. આ સમિટના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું ગુજરાત પાસે કૃષિ પેદાશ વધારવા માટે હજુ પણ વિપુલ તક છે અને તેનો વ્યાપ કેવી રીતે વધારવો તેની પણ ચર્ચા થશે અને સાથોસાથ ખેડૂતોએન આધુનિક ટેક્નોલોજીથી પણ માહિતગાર કરવામાં આવશે.
રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને અન્ય વિવિધ રાજકીય – સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચાર દિવસની આયોજનોમાં આધ્યાત્મિક મંગળચરણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રી દ્વારા વિધિવત ઉદઘાટન થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com