ફાયર જવાનો, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર: પોરબંદરથી સતાપર જતા કાળ ભેટયો
જામજોધપુર જામજોધપુરના સતાપર નજીક આવેલા એક કોઝવેમા સોમવારે સાંજે એક ભાઇ-બહેનના પાણીમાં તણાય જવાના કારણે મોત નિપજયા હતા. જયારે તેમની સાથે ૧૦ વર્ષ તથા ૩ વર્ષના બે બાળકો પણ પાણીમાં તણાય જવાથી લાપતા બનેલા છે. જયારે બનાવની જાણ થતાં મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ લાપતા થયેલ બન્ને બાળકોની શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે જામજોધપુરના સતાપર ગામ નજીક એક મંદિરે ભરવાડ પરિવાર દૂધ ચડાવવા ગયો હતો દરમ્યાન ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થયો હોવાને કારણે અચાનક પાણી આવી જતા કોઝવે ઉ૫રથી પસાર થઇ રહેલા અવદભાઇ ભોજભાઇ શીંધવ (ઉ.વ.ર૭) તથા મંજુબેન રામભાઇ સોલંકી (ઉ.વ.૩૦) પાણીમાં તણાય જવાથી બન્નેના મૃત્યુ નિપજયા હતા. જયારે તેમની સાથે રહેલ અનંદી રામભાઇ સોલંકી (ઉ.વ.૧૦) તથા જિનલ રામ સોલંકી (ઉ.વ.૩)નામના બન્ને બાળકો પણ પાણીના કોઝવેમાં તણાય જતા બન્ને બાળકો લાપતા થયેલ છે. આ બનાવની જાણ થતાં મામલતદાર તથા તેમનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.
અને બન્ને બાળકોને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બનતા ભરવાડ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.