અમદાવાદ ન્યુઝ
ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવાનો ઈમેલ કરનાર ઇસમને રાજકોટથી પકડ્યા બાદ હવે ભારત પાકિસ્તાનની 150 જેટલી નકલી ટિકિટો બનાવનાર ચાર યુવકોને સાધન સામગ્રી સાથે ઝડપી પડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
વલ્ડકપ 2023 આવનાર તારીખ 14 ના રોજ યોજાનાર હોય તેમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચ માટે અમદાવાદ શહેર મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થવાના છે. તેવા સમયે લોકો ટીકીટ માટે પડાપડી કરી રહ્યા. મેચ રસિકો કોઈ પણ કિંમત ખર્ચીને ટીકીટ લેવા તૈયાર હોય છે. અને એ વાતને અનુસંધાને ચાર ઇસમોએ ભારત પાકિસ્તાન મેચની ૧૫૦ જેટલી નકલી ટીકીટો વેચવાનું કારસ્તાન ઘડી કાઢ્યું. પરંતુ આ બાબતે કઈ આગળ વધે તે પહેલા જ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડુપ્લીકેટ ટિકિટો બનાવનાર ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની કુલ 108 ડુબલીકેટ ટિકિટો પ્રિન્ટર કોમ્પ્યુટર સીપીયુ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે
આરોપીઓ દ્વારા ટિકિટ 2000 થી 20,000 ની કિંમતે વેચાણ કરી હતી સાથો સાથ ઇમેલ દ્વારા ધમકી આપનારી ઇસમ પણ ઝડપાયો છે જેમાં આરોપી 01 કુશ ખેમરાજભાઈ ડુંગરજી મેણા ઉમ.21 રહે અમદાવાદ,02 રાજવીર પ્રધાનજી ઠાકોર રહે ઝુંડાલ ગાંધીનગર,03 ધ્રુમિલ અમિત ઠાકોર રહે ઘાટલોડિયા અમદાવાદ, 04 જયમીન પ્રકાશ વિષ્ણુ રહે,સાબરમતી અમદાવાદ ટોટલ 1 લાખ 98,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં