પત્ની ભાગી જતાં વિગતો મેળવવા કારમાં લાપસરી લઇ જઇ માર માર્યો’તો
કોઠારિયા રોડ પર આવેલા સુખરામનગરની ગઢવી પરિણીતા ભાગી જતા તેની વિગતો હુડકો કવાર્ટરના વિપ્ર પ્રૌઢ જાણતો હોવાની શંકા સાથે ચાર શખ્સોએ ગોવિંદનગરમાંથી અપહરણ કરી લાપાસરી લઇ જઇ માર મારવાના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી કાર કબ્જે કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુખરામનગરમાં રહેતા નિતીનભાઇ વસુભાઇ પાલીયા નામના ગઢવી યુવાનની પત્ની આઠેક દિવસ પહેલાં ભાગી ગઇ હોવાથી હુડકો કવાર્ટરમાં રહેતા મનોજભાઇ મણીભાઇ ત્રિવેદી વિગતો જાણતો હોવાની શંકા સાથે ગત તા.૩ ઓગસ્ટે ગોવિંદનગર પાસેથી નિતીન ગઢવી સહિત ચાર શખ્સોએ કારમાં અપહરણ કરી લાપાસરી લઇ જઇ છરી અને ધોકાથી માર માર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
મનોજભાઇ ત્રિવેદીના અપહરણના ગુનામાં સંડોવાયેલા સુખરામનગરના નિતીન વસુભાઇ પાલીયા, શિવધામ સોસાયટીમાં રહેતા સુરજ જબ્બરદાન ગઢવી, ઇન્દિરાનગરના અજય કનુભાઇ સુખાનંદી અને કિરણ સોસાયટીના નરેશ ઉર્ફે પ્રેમ ઠાકરશી સોજીત્રા નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી અને જયંતીભાઇ ગોહિલ સહિતના સ્ટાફે મોરબી રોડ ચંદ્રમૌલેશ્ર્વર મંદિર નજીકથી ધરપકડ કરી છે. ચારેય શખ્સો પાસેથી પોલીસે જી.જે.૧૪એકે. ૫૪૬૨ નંબરની સ્વીફટકાર, બે છરી અને બે મોબાઇલ કબ્જે કર્યા છે. નિતીન ગઢવી મારામારી, ચોરી અને દારૂના ગુનામાં અગાઉ પકડાયો છે.
જ્યારે સુરજ જબ્બરદાન ગઢવી હત્યાની કોશિષના અને ૧૪ હોન્ડા અને બે કાર સળગાવવાના ગુનામાં અગાઉ ધર પકડ થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ કોઠારિયા રોડ પર આવેલા સુખરામનગરની ગઢવી પરિણીતા ભાગી જતા તેની વિગતો હુડકો કવાર્ટરના વિપ્ર પ્રૌઢ જાણતો હોવાની શંકા સાથે ચાર શખ્સોએ ગોવિંદનગરમાંથી અપહરણ કરી લાપાસરી લઇ જઇ માર મારવાના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી કાર કબ્જે કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુખરામનગરમાં રહેતા નિતીનભાઇ વસુભાઇ પાલીયા નામના ગઢવી યુવાનની પત્ની આઠેક દિવસ પહેલાં ભાગી ગઇ હોવાથી હુડકો કવાર્ટરમાં રહેતા મનોજભાઇ મણીભાઇ ત્રિવેદી વિગતો જાણતો હોવાની શંકા સાથે ગત તા.૩ ઓગસ્ટે ગોવિંદનગર પાસેથી નિતીન ગઢવી સહિત ચાર શખ્સોએ કારમાં અપહરણ કરી લાપાસરી લઇ જઇ છરી અને ધોકાથી માર માર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
મનોજભાઇ ત્રિવેદીના અપહરણના ગુનામાં સંડોવાયેલા સુખરામનગરના નિતીન વસુભાઇ પાલીયા, શિવધામ સોસાયટીમાં રહેતા સુરજ જબ્બરદાન ગઢવી, ઇન્દિરાનગરના અજય કનુભાઇ સુખાનંદી અને કિરણ સોસાયટીના નરેશ ઉર્ફે પ્રેમ ઠાકરશી સોજીત્રા નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી અને જયંતીભાઇ ગોહિલ સહિતના સ્ટાફે મોરબી રોડ ચંદ્રમૌલેશ્ર્વર મંદિર નજીકથી ધરપકડ કરી છે. ચારેય શખ્સો પાસેથી પોલીસે જી.જે.૧૪એકે. ૫૪૬૨ નંબરની સ્વીફટકાર, બે છરી અને બે મોબાઇલ કબ્જે કર્યા છે. નિતીન ગઢવી મારામારી, ચોરી અને દારૂના ગુનામાં અગાઉ પકડાયો છે. જ્યારે સુરજ જબ્બરદાન ગઢવી હત્યાની કોશિષના અને ૧૪ હોન્ડા અને બે કાર સળગાવવાના ગુનામાં અગાઉ ધર પકડ થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.