મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં પાર્ક કરેલા બાઈકને અસામાજિક તત્વોએ આગ ચાંપી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચાર બાઇકમાં આગ લાગી હતી. જેમાં બે બાઇક બળીને ખાખ થઈ ગયા હતા.પોલોસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સામાકાંઠે રહેણાંક સોસાયટીના બહારના ભાગે પાર્ક કરેલા ૧૦ જેટલા બાઈકમાંથી ૧ બાઈકમાં અસામાજિક તત્વોએ આગ ચાંપી હતી. બાદમાં આ આગ આસપાસના ૪ બાઇકમાં પ્રસરી હતી જેમાં ૨ બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. વહેલી સવારે ૪ વાગ્યે બનેલી આ ઘટના થી સોસાયટીના રહીશો જાગી ગયા હતા. રહીશોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી બાઈક પર લાગેલી આગ બુઝાવી હતી. જેથી બાકીના બાઈક બચી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ૨ થી ૩ માસ પૂર્વે આ જ વિસ્તારમાં બાઈકને આગ ચાંપવાનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી આવો બનાવ સામે આવ્યો છે. હાલ પોલોસે બનાવની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com