બે ટર્મના કાર્યકાળમાં અનેકવિધ પ્રશ્નોને પોતાની આગવી કૂનેહથી હલ કર્યા: રાજકોટના વિકાસમાં થયા સહભાગી
ડે.મેયર તરીકે સાડા ચાર વર્ષના કાર્યકાળમાં ડો.દર્શિતાબેન શાહ ખરા અર્થમાં એક લોકસેવિકા તરીકે પૂરવાર થયાં છે. તેઓએ પોતાની આગવી કૂનેહથી અનેક પ્રશ્ર્નોને હલ કર્યા હતા. સાથોસાથ શહેરના વિકાસમાં પણ સહભાગી થયા છે. હવે તેઓએ ધારાસભ્ય બની ચૂક્યા છે ત્યારે બંને હોદ્ાને પૂરતો ન્યાય આપી શકે તેમ ન હોવાના કારણે ડે.મેયર પદ છોડી દીધું છે. પ્રદેશનો આદેશ આવતા તેઓએ એકપણ મિનિટ વિચાર્યા વિના આદેશને શિરોમાન્ય ગણી ડે.મેયર પદ છોડી દીધું હતું.
રાજકોટ મહાનગરપાલિકામાં ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ 12 માર્ચના રોજ નિયુક્ત કરવામાં આવેલ છે. દરમ્યાન લોકોને સ્પર્શતા અને લોક ઉપયોગી કામો તથા શહેરના વિકાસ માટેના જુદા જુદા કામો માટે સ્થળ મુલાકાત તથા સુચનો કર્યા હતાં. તેઓ હેરીટેઝ એવા રૈયાનાકા બેડીનાકા ટાવરની વર્ષોથી બંધ પડેલ ઘડિયાળો પુન: ચાલુ કરાવ્યા હતાં. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરવા સફળ રજૂઆત કરી હતી. કુપોષિત બાળકને દત્તક લીધેલ તથા કુપોષિત બાળકોને કિટ વિતરણ, સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ 51 દીકરીઓને ખાતા ખોલાવી પ્રોત્સાહિત કર્યા હતાં. કોરોનામાં વોર્ડ નં.2 માં બજરંગ વાડી સર્કલ પાસે અને ચાણક્ય સ્કુલમાં વેક્સીનેસન સેન્ટર લોકો માટે શરૂ કરાવ્યા હતાં.
મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ નિયમિત થાય અને તેમની ગરીમા જળવાય તે ધ્યાને લઇ વ્યવસ્થા કરાવી હતી. ઓફિસની વહીવટી પ્રક્રિયા પેપરલેસ કરવા મ્યુની. કમિશનરને રજૂઆત કરી હતી. કર્મચારીઓને સરકારની માં કાર્ડ યોજનામાં સમાવવા મ્યુની. કમિશનરને રજૂઆત, લગ્ન નોંધણી વિભાગમાં આવતા લોકોની લગ્ન નોંધણીની ઝડપી અને સરળતાથી કાર્યવાહી થઇ શકે તે માટે સ્થળ મુલાકાત અને કરી રજૂઆત, પી.જી.વી.સી.એલ.ની લાઈન ઝડપથી બંધ થાય અને ફાયર બ્રિગેડ દ્વારા આગળની કાર્યવહી થઇ શકે જે માટે એક ચોક્કસ ટેલીફોન નંબર ફાળવવા પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને સફળ રજૂઆત, રેલ્વે લાઈનની આજુ બાજુ ગાય અથવા કોઈ વ્યક્તિને આકસ્મિક અકસ્માત ટ્રેન પસાર થતી વખતે ન થાય તે ધ્યાને લઇ રેલ્વે ડીવીઝનલ મેનેજરને રેલવેની જગ્યામાં દીવાલ કરવા સફળ રજૂઆત, તારા મંડળને રીનોવેશન કરી પુન: બાળકો તથા ખગોળ પ્રેમી શહેરજનો માટે ચાલુ કરવા રજૂઆત કરી હતી.
સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી વેક્સીનેશનમાં લોકોને કોઈ અગવડતા ન પડે તે ધ્યાને લઇ વેક્સીનેશન સેન્ટર પર ટોકન પદ્ધતિની વ્યવસ્થા કરાવી હતી.
હુડકો આરોગ્ય કેન્દ્રમાં ઓ.પી.ડી. ની વ્યવસ્થા ઉપરના ભાગે હતી જેથી સીનીયર સીટીજનો તથા દિવ્યાંગોની હાલાકી ધ્યાને લઇ ઓ.પી.ડી. નીચે શીફ્ટ કરાયું હતું.
દીવ્યાંગોને રાજકોટ મહાનગરપાલિકાનો વેરો ઓનલાઈન ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન રીનોવેશન, હાર્દ સમા હરિહર ચોક પહોળો,પશુ દવાખાનું શરુ કરવા, સ્મશાન ગ્રહોમાં ઈલેકટ્રીકને બદલે ગેસ આધારિત ભઠ્ઠી મૂકવા, ચોમાસા ઋતુ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં લોકો વચ્ચે જઈ પાણી નિકાલ તથા જુદા જુદા પ્રશ્નો સંદર્ભ કાર્યરત હતાં. દીવ્યંગોને સીટી બસ, રામવન તથા પ્રદ્યુમન પાર્કની ટીકીટોમાં રાહત આપવા, આવાસ યોજનાના જુના આવાસોના દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપથી કરવા, આર્ટ ગેલેરી નવીનીકરણ તથા રીનોવેશન કરવા, જન્મ મરણના જુદા જુદા પ્રશ્ર્નો સંદર્ભ રૂબરૂ મુલાકાત લીધી હતી. સરકારની યોજના ઈ-શ્રમ કાર્ડના કેમ્પ કરાવ્યા હતાં.તેઓએ ડે.મેયર તરીકેના સમયગાળા દરમ્યાન જુદા-જુદા શહેરના વિકાસલક્ષી કામો કરવા માટે પ્રયત્ન કરેલ છે.