મૌસમનો કુલ ૧૩ ઈંચ વરસાદ: ૮ સ્ળોએ પાણી ભરાયાની ફરિયાદ: સવારી મેઘાવી માહોલ
મેઘરાજા મન મુકીને વરસતા ની તેવું રાજકોટવાસીઓનું મેણુ વરુણદેવે અંતે ભાંગી નાખ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટમાં અનરાધાર સાડા ચાર ઈંચ જેવો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં કુલ ૧૩ ઈંચ વરસાદ પડી ગયો છે. ગઈકાલ અને આજે પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આઠ સ્ળોએ વરસાદી પાણી ભરાયાની ફરિયાદ મહાપાલિકાના કંટ્રોલ‚મ ખાતે નોંધાઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ મધ્યમી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારી શહેરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના ત્રણેય ઝોનમાં ૧૧ મીમીી લઈ ૧૧૧ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વેસ્ટ ઝોન વિસ્તારમાં ગઈકાલ બપોરી આજે સવારે ૬ કલાક સુધીમાં ૮૯ મીમી વરસાદ પડયો હતો. જયારે આજે સવારે વધુ ૨૨ મીમી વરસાદ વરસી ગયો હતો. ૨૪ કલાકમાં વેસ્ટ ઝોન ર્આત ન્યુ રાજકોટમાં ૧૧૧ મીમી વરસાદ પડયો છે. અહીં મૌસમનો કુલ ૩૨૬ મીમી એટલે ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં ગઈકાલી આજ સવારી સુધીમાં ૨૧ મીમી વરસાદ પડયો હતો જયારે સવારે વધુ ૧૦ મીમી વરસાદ વરસી જતા ૨૪ કલાકમાં ૬૧ મીમી વરસાદ વરસી ગયો છે. જૂના રાજકોટમાં મૌસમનો કુલ ૨૫૦ મીમી વરસાદ વરસી ગયો છે.દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરના ઈસ્ટઝોન એટલે કે સામાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર ખુબ જ ઓછુ રહેવા પામ્યું છે. ૨૪ કલાકમાં માત્ર ૧૧ મીમી જ વરસાદ પડયો છે અને મૌસમનો કુલ ૧૬૫ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગઈકાલે પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના રવિરત્નપાર્ક, માધવ પાર્ક અને યુનિ.રોડ પર આવેલા સદ્ગુ‚નગરમાં વરસાદના પાણી ભરાયા હોવાની ફરિયાદ કંટ્રોલ‚મમાં નોંધાઈ હતી. જયારે આજે સવારે ૧ ઈંચ જેટલો વરસાદ વરસી જતા આજી ડેમ ચોકડી પાસે શિવમ્ પાર્ક, જયુબેલી શાકમાર્કેટ મેઈન રોડ, ભક્તિનગર સોસાયટી, ચૌધરી હાઈસ્કુલ અને જયંત કે.જી.માં વરસાદી પાણી ભરાયા હતા.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સો જોડાયેલા સૌરાષ્ટ્રના દ્વારકા પર લો પ્રેસર સર્જાયું છે. જેની અસરતળે આજે સૌરાષ્ટ્રમાં ભારેી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. દ્વારકાી દીવ સુધી ઉપરાંત જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી રાજયભરમાં વરસાદ ચાલુ રહેશે.