તાલાલા, રાપર, ભચાઉ અને દુધઈમાં ભુકંપ અનુભવાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે ફરી એકવાર ધરા ધ્રુજી છે જાણે ભૂકંપ બંધ થવાનું નામ જ ના લેતો હોય તેમ સતત આંચકાઓ આવી રહ્યા છે. છેલ્લા 12 કલાકમાં ચાર આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, સાંજે 6:31 કલાકે તાલાલાથી 12 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જમીનથી 8.2 કિમીની હતી. ત્યારબાદ 7:43 કલાકે કચ્છના રાપરથી 24 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જમીનથી 15.6 કિમીની હતી.
રાતે 9:13 કલાકે કચ્છના ભચાઉથી 22 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જમીનથી 5 કિમીની હતી અને આજે વહેલી સવારે 6:46 કલાકે કચ્છના દુધઈથી 21 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જામીનથી 14.5 કિમીની હતી.
વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જો કે આ ચારેય આંચકા સામાન્ય હોય લોકોને ડરવાની જરૂર નથી.