ખાડા બુરવા મોરમ પ્રા પણ બંધ, મેટલીંગ કે પેવીંગ બ્લોક નખાશે, વોંકળા ચેનલાઇઝ અને અર્બન ફોરેસ્ટ સાઈટ સ્તિ ખાણ ફરતે રેલીંગ બનાવવા આદેશ કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આજે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતાં. જેમાં પાંચ સર્કલમાં ફૂવારા, મોરમ પ્રથા પર બાન, વોંકળા ચેનલાઇઝ અને અર્બન ફોરેસ્ટ સાઈટ સ્તિ ખાણ ફરતે રેલીંગ બનાવવાનો સમાવેશ થાય છે.
આ નિર્ણયો વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં બ્યુટીફીકેશન માટેના આયોજનના એક ભાગ રૂપે આગામી દિવસોમાં શહેરના વિવિધ પાંચ સર્કલોમાં ફૂવારા શરૂ કરવામાં આવશે. આ આયોજનનું એક મહત્વનું પાસું એ છે કે આ તમામ ફૂવારામાં રિસાઈક્લ્ડ વોટર એટલે કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવતા પાણીનો ઉપયોગ કરવામાં આવશે. આજે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી એક મીટિંગમાં તેમણે સંબંધિત શાખાધિકારીઓને આવશ્યક સૂચનાઓ આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં શહેરના બ્યુટીફીકેશન અંતર્ગત ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાસેનું સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિતિ અયોધ્યા સર્કલ અને અન્ય એક સર્કલમાં ફૂવારા શરૂ કરવામાં આવનાર છે. જો કોઈ સામાજિક કે અન્ય સંસ આ સર્કલ ડેવલપમેન્ટ માટે કરારબદ્ધ હશે તો તેને ફૂવારા રિસાઈક્લ્ડ વોટર નિ:શૂલ્ક ધોરણે આપવામાં આવશે.
કમિશનરએ અન્ય નિર્ણયો વિશે કહ્યું હતું કે, ચોમાસાની રૂતુમાં શહેરના માર્ગો પર પડતા ખાડાઓ પૂરવા માટે અત્યાર સુધી મોરમ અને મેટલનો ઉપયોગ તો આવ્યો છે પરંતુ હવે આજી જ મોરમ પ્રા બંધ કરવામાં આવે છે. હવેી ખાડા પૂરવા માટે મેટલ અને પેવિંગ બ્લોકનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહયો છે.
તાજેતરમાં રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સૌથી મોટા અને આશરે ૪૭ એકરમાં વિકસિત નાર અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનો રાજકોટના આજી ડેમ સાઈટ ખાતે વ્રુક્ષારોપણના માધ્યમી પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટની સૌથી બેસ્ટ સાઈટ તરીકે વિકાસ પામનાર અર્બન ફોરેસ્ટ સાઈટ ખાતે ખાણ આવેલી છે. આ ખાણણી ફરતે વ્યવસ્તિ મજબૂત રેલીંગ ફીટ કરવામાં આવનાર છે. આ કાર્ય માટે સંબંધિત શાખાધિકારીને સૂચના આપે દેવામાં આવેલ છે.
દરમ્યાન સમગ્ર શહેરને સ્પર્શતા અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોંકળાઓ મારફત વરસાદી પાણીનો વિનાઅવરોધ નિકાલ થઇ શકે તે માટે એક આયોજન હાથ પર લેવાયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા નાગરિકોની સુખાકારી માટે મૂળભુત પ્રામિક સુવિધાઓ જેવી કે બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સફાઈ વિગેરે પૂરી પાડવામાં આવે છે. શહેરમાં અગાઉનાં વર્ષો દરમિયાન પડેલ વરસાદનાં આંકડા જોતા, છેલ્લાં બે-ત્રણ વર્ષી સરેરાશ કરતા વધુ વરસાદ પડે છે, જેનાં લીધે નાગરીકોની માલ-મિલકત તા જાન-માલને તું નુકશાન અટકાવવા માટે વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ અંગે આવશ્યક પગલાં ભરવા ખૂબ જરૂરી જણાય છે, જે અન્વયે સ્ટોર્મ વોટર ડીસ્પોઝલની વ્યવસ વધુ સુદૃઢ બનાવવા શહેરનાં હયાત વોંકળાઓને સુરક્ષિત કરવા તા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનાં નક્કર આયોજન માટે વિવિધ કામગીરીઓ સંબંધિત વિભાગોએ સંલગ્ન ઝોનનાં નાયબ કમિશનરઓનાં સીધા સુપરવિઝન હેઠળ કરવા આદેશ આપવામાં આવેલ છે.