સ્કાઉટ- ગાઇડ પ્રવૃતિ ૧૦૦ વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં શરુ  થઇ પરંતુ તેના મૂળ ભારતીય સંસ્કૃતિમાં રહેલા છે

કિશોર-કિશોરીઓમાં સેવા-સદભાવના અને માનવતાના વ્યવહારુ  પાઠ જીવનમાં ઉતારવા પ્રતિજ્ઞા બઘ્ધ કરે છે

સમગ્ર વિશ્ર્વના અનેક દેશોમાં કિશોર-કિશોરીઓને સેવા, સદભાવના અને માનવતાના પાઠ વ્યવહારુ  જીવનમાં ઉતારવા પ્રતિજ્ઞાબઘ્ધ કરતી સ્કાઉટ- ગાઇડ પ્રવૃતિઓની આજે આપણા દેશમાં તાતી જરુ રિયાત વર્તાય છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર અને દોપારોપણથી ત્રસ્ત ભારતની જનતાની જો કોઇ સાચા માર્ગે લઇ જઇ શકે તેમ તોય તો તે સ્કાઉટીંગ છે. નીતિયમ જીવન જીવવાના પાઠ કિશોરવયથી જ વ્યકિતને પ્રાપ્ત થવા જોઇએ.

knowledge corner LOGO 4 4

આ માટે વિશ્ર્વના એક પ્રાત: સ્મરણીય દંપતિએ આપણને સ્કાઉટ ગાઇડ પ્રવૃતિની ભેટ આપી છે. તેનો યથાર્થ ઉપયોગ કરવાનું શ્રેય કોને ફાળે જશે?આ પ્રવૃતિ ૧૦૦ વર્ષ પહેલા ઇગ્લેન્ડમાં શરુ થઇ પરંતુ તેનાં મૂળ ભારતીય સંસ્કૃતિમાં રહેલાં છે. સ્કાઉટીંગના સ્થાપકનું પુરુ  નામ રોબર્ટ સ્ટીફન્સન સ્મીથ બેડન પોવેલ, તેમનો જન્મ સ્ટેનપોલ સ્ટ્રીટ, લંડન (ઇગ્લેન્ડા માં તા. રર ફેબ્રુઆરી ૧૮૭૫ના રોજ થયો હતો. નાનપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા. પોતાના ભાઇઓ સાથે કિશોર વયથી જ તેઓ જંગલોમાં શિકારની શોધમાં નિકળતા તથા દરિયામાં નાવ લઇ નીકળી પડતા, સાહસ અને સ્વાવલંબન સાથે અવલોકન શકિતનો પણ આપો આપ વિકાસ થયો. વળી તેમણે એક વિશેષ શકિત વિકસાવેલ જેથી તેઓ દરેક કામ બન્ને હાથેથી સરખી રીતે કરી શકતા.

શાળાનું શિક્ષણ પુરુ ં કર્યા પછી તેઓ લશ્કરમાં જોડાયા કારણ કે તેમને આખી દુનિયામાં જવાનું અને સાહસ કાર્યો કરવાનું ખૂબ મન હતું. ભારતમાં તેમણે વાયવ્ય પ્રદેશના હિમાલયના પ્રવર્તોમાં ટુકડી સાથે મૂકેલા તે સમયે તેઓ જંગલોમાં રખડતા તે જમાના ઋષિમુનિઓને પણ મળેલ, તેમણે ભારતીય શિક્ષણ પ્રથા એટલે કે આશ્રમ વ્યવસ્થાનો પણ ખ્યાલ મેળવેલો, નીતિમય સાદું જીવન અને પરમાર્થ વૃતિ શિક્ષણના અવિભાજય અંગ હોવા જોઇએ.

તેઓને લશ્કરમાં વિવિધ અનુભવો થયા જેમાં એક યુઘ્ધ દરમ્યાન તેમણે આદિવાસી કિશોરોનો સંદેશાવાહક તરીકે ઉપયોગ કર્યો. પરિણામે પોતાની ટુકડીને ધેરામાંથી મુકત થવા માટે બહારની મદદ મળી શકી, યુઘ્ધ પુરુ  થયા પછી તેઓ રજા ગાળવા ઇગ્લેન્ડ ગયા. કિશોરોએ કરેલી મદદ અને તેમની કુશળતા બહાદુરી, સમજશકિત વગેરેએ તેમના પર ઉડી અસર કરી હતી. તેમણે લાગ્યું કે જો કિશોરવયના છોકરાઓને બાહયજીવનની તાલીમ મળે તો તે દેશના ઉત્તમ નાગરીક અને સાચા માનવી બની શકે અને પોતાની તમામ શકિતઓ દેશ અને માનવ સમાજને અર્પણ કરી શકે. તેમણે કેટલાક ધર્મગુરુઓ, શિક્ષણવિદો, સૈન્યના નિવૃત અધિકારીઓ વગેરે પાસે પણ આ અંગે ચર્ચા વિચારણ કરી.

મનોમંથન પછી તેમણે કિશોરો માટે એક તાલીમની વ્યવસ્થા વિચારી સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી તેમણે ર૦ કિશોરોને પસંદ કર્યા અને તેમને માટે બ્રાઉન સી આઇલેન્ડ પર તા. ર૯ જુલાઇથી ૯ ઓગસ્ટ ૧૯૦૭ ના રોજ એક કેમ્પનું આયોજન કર્યુ. તેઓને સ્વયપાક, પ્રકૃતિ અભ્યાસ, ટ્રેકિગ વગેરે સાથે કેટલાક નિયમો મુજબ  કામ કરવાની તાલીમ આપી. કિશોરોને આ તાલીમમાં ખૂબ આનંદ આવ્યો. ત્યારબાદ ઇ.સી. ૧૯૦૮માં સ્કાઉટિંગ ફોર બોયઝ શીર્ષક હેઠળ એક પાક્ષિકમાં લેખમાળા લેખી જેમાં તેમણે પોતાના કેમ્પનો વિગતવાર અહેવાલ તથા તાલીમની વિગતો લખી. તેને પુસ્તક સ્વરુ પે પણ પ્રકાશિત કરી.

આ લેખમાળા પ્રસિઘ્ધ થતા ઘણાં સ્થળોએ કિશોરોએ પોતે જ ભેગા થઇ તેવા શિખરો અને તાલીમ અનુકુળ સ્થળે લેવા માંડી, મુંઝવતા હોય તો તેઓ બેડન પોવેલને પત્રો લખી પૃચ્છા કરતા. બી.પી. તેમના પ્રશ્ર્નોનું સમાધાન કરતા. આમ ઘણા પત્રો આવવા લાગતા બી.પી. એ ૪ સપ્ટેમ્બર ૧૯૦૯ના રોજ ક્રિસ્ટલ પેલેસના મેદાનમાં એક સ્કાઉટ રેલી બોલાવી. તેમાં ૧૧૦૦૦ સ્કાઉટ ઉપસ્થિત રહ્યા.

નવાઇની વાત એ બની કે તેમાં છોકરીઓની એક ટુકડી પણ સામેલ થઇ, તેઓએ પોતાના કિશોરી સહજ ડ્રેસ સાથે સ્કાર્ફ અને લાઠી પણ ધારણ કર્યા હતા. તેમના નાયકને પૂછયું તો તેમણે જણાવ્યું કે અમે ગર્લ સ્કાઉટ છીએ અને અમે પણ છોકરાઓ જેવી જ તાલીમ લેવા ઇચ્છીએ છીએ.

આને પરિણામે બેડન પોવેલે પોતાની બહેન ઇગ્નેસના સાથે લઇ છોકરીઓને માટે પણ કોઇ વિશેષ જરુ રી તાલીમની વ્યવસ્થા ઉભી કરી. તે છોકરીઓ ગાઇડ કહેવાઇ બેડન પોવેલ સૈન્યમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ લઇ લીધી અને પુરોસમય સ્કાઉટીંગના પ્રચાર પ્રસાર પાછળ લગાવ્યો, દેશ વિદેશમાં ફરી તેમણે સ્કાઉટીંગ શરુ કરાવ્યું.

આ રીતે ઇ.સ. ૧૯૧૨માં બી.પી. વેસ્ટ ઇન્ડીઝની ટુર પર જતા હતા ત્યાર કુ. ઓલેવ સેન્ટ કલેર સોમ્સ નામની યુવતિ સાથે મુલાકાત થઇ બી.પી.ના કાર્યોથી પ્રભાવિત થયેલી તે યુવતિએ ત્યાં જ બી.પી. સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો, જો કે તે યુવતિની જન્મ તારીખ રરમી ફેબ્રુઆરી હતી. હા ઉમર માત્ર  ૩ર (બત્રીસ) વર્ષ તેઓ બી.પી. થી નાના હતા. જન્મ તા. રર-ર-૧૮૮૯ તે મુજબ ૩૦ ઓકટોબર ૧૯૧૨માં તેઓ લગ્નગ્રંથી જોડાયા, વિશ્ર્વના સ્કાઉટસે તેમને તેમને એક એક પેની ભેગી કરીને લગ્નમાં એક મોટરકાર ભેટ આપી.

લેડી બી.પી. એ પણ ગાઇડીંગના પ્રચાર પ્રસારમાં પ્રખર કામગીરી કરી બન્ને વિશ્ર્વના ચીફ સ્કાઉટ અને ચીફ ગાઇડ બન્યા. સમગ્ર વિશ્ર્વમાં તેમણે સ્કાઉટ- ગાઇડ પ્રવૃતિના પ્રચાર, પ્રસારની અને કાર્યક્રમોથી તથા સ્કાઉટીંગનો હેતું વિશ્ર્વભાતૃભાવના ફેલાવવાની કામગીરી અંત સમય સુધી ચાલુ રાખી બી.પી. એ પોતાના જીવન કાળ દરમ્યાન ૩ર પુસ્તકો લખ્યાં તે બે જર્નલ પણ ચાલુ કર્યા. ઇ.સ. ૧૯૪૦માં તેઓ કેનિયામાં ન્યેરી મુકામે સ્થાયી થઇ ગયા હતા તેમની તબિયત કથળવા લાગી હતી. ઇ.સ. ૧૯૪૧ ની જાન્યુઆરી ૮મી તારીખે વિશ્ર્વનો આ મહાન આત્મા ચિર નિંદ્રામાં શાંતિથી પોઢી ગયો.

લેડી બી.પી. ત્યાર પછી તેમનું અધરુ  કાર્ય પૂર્ણ કરવા સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી અને વિશ્ર્વમાં પ્રયાસો શરુ  કર્યા. ઇ.સ. ૧૯૬૭ માં ગુજરાતમાં અમદાવાદ મુકામે સી.એન. વિદ્યાલયમાં સ્કાઉટ ગાઇડની વાર્ષિક રેલીમાં તેમણે હાજરી આપી બાળકોની સાથે નાચી કૂદીને તેમને પ્રસન્ન કરી દીધા હતા.લોર્ડ બી.પી. એ તેમના અંતિમ સંદેશમાં જણાવ્યું હતું કે, જયારે પણ તમારો જવાનો અંતિમ સમય આવે ત્યારે તેમને એટલો સંતોષ હોવો જોઇએ કે હું આવ્યો ત્યારે જેવી દુનિયા હતી તેનાં કરતાં કંઇક વધુ સારી દુનિયા છોડીને હું જઇ રહ્યો છું.

લેડી બી.પી. નું અવસાન તા. ૨૫/૬/૧૯૭૭ ના રોજ લંડનમાં થયું. તેમના દેહને તેમના પતિની સાથે કેનિયા યેરીમાં દફનાવવામાં આવ્યો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.