મંદિર નિર્માણ બાદ વિશ્ર્વ ઉમિયા ધામ-જાસપુર તરફથી માં ઉમિયાની આરસની મૂર્તિ પધરાવાશે
જગતજનની મા ઉમિયાની આસ્થા વધુમાં વધુ ઉજાગર થાય તે માટે કલોલ તાલુકાના આરસોડિયા ગામે મા ઉમિયાની આઘ્યાત્મિક ઊર્જાના માઘ્યમથી સામાજીક શકિત અને એકતા પ્રસ્થાપિત કરવાના ઉદેશથી આરસોડીયા ગામમાં રૂ. 1 કરોડના ખર્ચે મા ઉમિયાનું શિખરબઘ્ધ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેનો શિલાન્યાસ તા. 1-ર-21 ને સોમવારના રોજ યોજાયો હતો.
આ પ્રસંગે આરસોડીયા ગામે થનાર જગતજનની મા ઉમિયાના શિખરબઘ્ધ મંદિરના શિલાન્યાસ પ્રસંગે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદેદારો ઉ5સ્થિત રહ્યા હતા. જેમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન. ગોલ તેમજ સંગઠન કમિટીના કેન્દ્રીય મંત્રી વિકમભાઇ પી. પટેલ, ગાંધીનગર જિલ્લા સંગઠનના પ્રમુખ મનીષભાઇ પટેલ તથા સાંસ્કૃતિક કમીટીના ક્ધવીનર સાગરભાઇ પટેલ (ગાયક) એવમ સંગઠન કમિટીના હોદેદારોના હસ્તે શિલાપુજન કરાવવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગામના વડીલો તેમજ દાતાઓ પણ શિલાપુજનમાં જોડાય હતા.
નવા નિર્માણ પામનાર ઉમ્યિા માતાજી મંદિરનો કુલ ખર્ચ ગામમાં વસતા કડવા પાટીદાર પરિવારો તથા અમેરિકા કેનેડામાં (વિદેશોમાં) વસતા ગામના મૂળ વતનીઓ દ્વારા ઉઠાવવામાં આવનાર છે. જગતજનની મા ઉમિયા સાથે મહાદેવ અને ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા પણ મંદિર પરિસરમાં કરવામાં આવનાર છે. આરસોડીયા ગામમાં આ મંદિરનું નિર્માણ પૂર્ણ થાય ત્યારે વિશ્ર્વ ઉમિયા ધામ જાસપુર તરફથી જગત જનની મા ઉમિયાની આરસની મૂર્તિ મંદિરમાં પધરાવવામાં આવશે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે વિશ્ર્વ ઉમિયા ધામ મંદિર, જાસપુરથી માતાજીની મૂર્તિ વાજતે ગાજતે યાત્રા સાથે આરસોડીયા ગામના ઉમિયા માતાજી મંદિરમાં પધરાવાશે.