રાજય લેવલનો લીગલ સેમિનાર, ડિરેકટરોનું નિ:શુલ્ક વિતરણ: બારની વેલ અને વેલ ડિરેકટરીનું લોચીંગ સહિત અનેક કાર્ય
બાર એસોસીએશનમાં કાર્યરત કારોબારી કમીટી દ્વારા તેઓની બે વર્ષથી વધુની કામગીરી અને હીસાબને બહાલી આપવા માટે તા. ૨૩-૨-૧૮ ના રોજ ૪.૩૦ કલાકે જનરલ બોર્ડ મીટીંગમાં બહાલી આપવામાં આવી હતી.
ઉપરોકત જનરલ બોર્ડ મીટીંગમાં પ્રમુખ સંજયભાઇ વ્યાસ દ્વારા ૨૦૧૬થી અત્યાર સુધીની તમામ કાર્યવાહી ચીતાર આપવામાં આવેલ જેમાં બાર એસોશીએશન ચીફ જસ્ટીસ સુભાષ રેડી નિષ્ણાનોને બોલાવીને લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીગલ ડીસ્કટરીમાં નામ નોંધાવનાર ૨૦૦૦ જેટલા વકીલોઓનું નામ સરનામુ મોબાઇલ નંબર ઇ મેઇલ આઇડી વગર માહીતી દર્શાવતી સુંદર ડીરેકટરીનું વિમોચન કરી ડીરેકટરી ની:શુલ્ક વકીલોને આપવામાં આવેલી તેમજ ભારત વર્ષમાં સૌ પ્રથમ વખત ૧પ વર્ષથી વધુ વકીલાતના વ્યવસાય કરતા ૧૦૦ થી વધુ મહીલા એડવોકેટ બહેનોનું સન્માન કરવામાં આવેલું.
બાર એશોસીએશનની વેબસાઇટ અને ડીરેકટરી માહીતી તે વેબસાઇટમાં પ્રસિઘ્ધ કરવામાં આવેલી.
રાજકોટ બાર એશો. દ્વારા બારના સૌ પ્રથમ વખત ટેનીસ ટુર્નામેન્ટનું સ્વ. રાજકુમાર ક્રિપાલસિંહજીની સ્મૃતિમાં તેમના પુત્ર રુપરાજસિંહ પરમારના સહીયોગથી રાજસમઢીયાળા મુકામે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલું.
બારના બંધારણમાં સુધારો કરી બાર એસો.ની ચુંટણીમાં કારોબારી કમીટીમાં મહીલા અનામતનો ઠરાવ પણ પસાર કરેલો.
હાઇકોર્ટ બેચ માટે સૌરાષ્ટ્ર કચ્છના તમામ લોકસભા તથા રાજયસભાના સાંસદોને પાર્લામેન્ટમાં રાજકોટને હાઇકોર્ટ બેચ મળે તે માટે પ્રપોઝડ એમેન્ડમેન્ટ બીલ મુકવા રજી. એ.ડી. પત્રો દ્વારા અનુરોધ કરવાાં આવેલ તેમજ વિજયભાઇ રુપાણી મુખ્યમંત્રી બનેલા ત્યારે પણ તેઓને રાજકોટને હાઇકોર્ટ બેચ ફાળવવા માટે પત્રો લખવામાં આવેલ તેમજ તા. ૨૩-૨-૧૮ ના રોજ મળેલ જનરલ બોર્ડ મીટીંગમાં પણ માન. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને રાજકોટ મુકામે હાઇકોર્ટ બેંચ ફાળવવા તથા બેન્ચ ન મળે ત્યાં સુધી સરકીટ બેન્ચ ફાળવવા અંગે રજુઆત કરતો ઠરાવ પસાર કરવામાં આવેલો છે.
બે વર્ષમાં વકીલોના પ્રશ્ર્ન અંગે અગ્રેસર રહીને કાર્ય કરવામાં આવેલું છે. ફાસ્ટ ટ્રેડ- કોર્મીશીયલ કોર્ટ તથા ફેમીલી કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી તેમજ બાર એસો. સંચાલીત ઝેરોક્ષ મશીન રુમનું લો કમીશન ઓફ ઇન્ડીયાના મેમ્બર એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ તથા સીનીયર ધારાશાસ્ત્રી લીતભાઇ શાહીના હસ્તે ખુલ્લુ મુકાયું.
બાર એસો.ની કારોબારી કમીટી દ્વારા વકીલો – જજીસો, સ્ટાફ વચ્ચેસમન્વય સાંધીને કોઇને તકલીફ ન થાય તે રીતે અને ન્યાયતંત્ર ન ગૌરવ જળવાય તેવી કાર્યવાહી કરવામાં આવેલ છે.
જનરલ બોર્ડમાં હીસાબો બાર ના સેક્રેટરી મનીષભાઇ ખખ્ખરએ મુકેલા જેમા સમગ્ર બે વર્ષથી વધુ સમય દરમ્યાન સમગ્ર ફંકશનો કરવા ઉપરાંત બાર એસો.માં આઠ લાખ પચીસ હજાર થી વધુ રકમની એફ.ડી. તથા બચત નો ઉમેરો કરવામાં આવેલ જે હીસાબો જનરલ બોર્ડમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલ તેમજ આભારવિધિ બાર એસો.ના ખજાનચી રાજેન્દ્રસિંહ ગોહેલે કરેલ.
સમગ્ર બે વર્ષથી વધુ સમય સુધી બાર એસો.ના તમામ કાર્યક્રમોને સફળ બનાવવા બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, ઉપપ્રમુખ જયેશભાઇ બોધરા, જોઇન્ટ સેક્રેટરી હરેશ પરસોન્ડા ટ્રેઝરર રાજભા ગોહીલ, કારોબારી સભ્ય સર્વ ડી.બી. બગડા, સુમીત ડી.વોરા, વીરેન આઇ.વ્યાસ, નયનાબેન ડી. ચૌહાણ, અજય ડી. પીપળીયા, પ્રશાંત પી. લીઠીગ્રા, જીજ્ઞેશ એમ. જોશી, કૌશીક જી. પોપટ તથા નરેન્દ્રસિંહ આર. જાડેજા તથા બાર એસો.ના સુપ્રીટેન્ડન્ટ તુષારભાઇ ચૌહાણ, ઝેરોક્ષ ઓપરેટર સંજયભાઇ પંડીત તથા કલાર્ક મીતેશભાઇ વાજાએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટને હાઇકોર્ટની બેંચ ફાળવવા જનરલ બોર્ડમાં ઠરાવ
રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેંચ સૌરાષ્ટ્ર રાજયમાં પણ હતી અને તે ૧૯૬૦ સુધી કાર્યરત હતી ત્યાર બાદ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જનતાને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે અનેક વખત બેંચ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવેલા છે.
મુખ્યમંત્રી તરીકે રાજકોટના જ વિજયભાઇ ‚પાણી કાર્યરત હોય ત્યારે રાજકોટની તથા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વકીલોની તથા પ્રજાની રાજકોટને ગુજરાત હાઇકોર્ટની બેંચ ફાળવવામાં આવે તેવી માંગણી અને લાગણી હોય, મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવે છે કે રાજયપાલ તથા ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત સાથે પરામર્શ કરી રાજકોટને હાઇકોર્ટ બેંચ ફાળવવા માટે તાત્કાલીક પ્રયત્નો કરવામાં આવે તેમજ સંસદમાં પણ પ્રપોઝડ એમેન્ડમેન્ટ બીલ સાંસદો મુકે અને તેને પસાર કરાવવાના તમામ પ્રયત્નો કરે તેવો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવે છે અને જયાં સુધી હાઇકોર્ટ બેચ ન મળે ત્યાં સુધી સરકીટ બેંચની ફાળવણી રાજકોટને કરવી તેવું વધુમાં ઠરાવવામાં આવે છે.