એસો.ના નવનિયુકત હોદેદારોએ ડીલરો અને ખેડુતોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરી
માઇક્રો ઇરીગેશન ડીલર એસોસીએશન ઓફ ગુજરાત પ્રથમ બેઠક યોજાઈ જેમાં પ્રમુખ સુરેશભાઈ સખીયા ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે જયારે મંત્રી તરીકે જુનાગઢ જીલ્લા ના માણાવદર તાલુકાના પાજોદ ગામ ના ખેડૂત પુત્ર જયદીપભાઈ ભાલોડીયા ને મંત્રી સ્થાન અપાયું ગુજરાત ને કુલ પાંચ ઝોનમાં વહેચી ઝોન પ્રમુખ તરીકે બનાસકાંઠાથી શ્રી અમીતભાઇ દવે, અરવલ્લીથી શ્રી દિલીપભાઇ પટેલ, આણંદ્થી શ્રી દેવાનભાઈ શાહ, ભરૂચથી શ્રી ધીરજભાઈ ચારોલા ની વરણી કરવામાં આવેલ ખજાનચી તરીકે ગોંડલ થી શ્રી કીરીટભાઈ પોકર ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે .
મીટીગ ના અંતે પ્રમુખ દ્વારા માઈક્રોઈરીગેશન ક્ષેત્રમાં ગજરાત સરકારની કામગીરીને બીરદાવી હતી. માઇક્રો ઇરીગેશન ડીલર એસોસીએશન ના મંત્રી જયદીપ ભાલોડીયા દ્વારા માહિતી આપેલ કે અગાઉ ૭ વર્ષ પહેલા આ સિસ્ટમ વસાવેલ તે ખેડૂતોને ફરીથી ડ્રિપ લેવા માટે ૭૦% સહાય મળતી જે હાલમાં મોટા ખેડૂતોને ૪૫% અને નાના ખેડૂતોને ૫૫% કરેલ છે. જેને લીધે ખર્ચ બહુ ઉંચો થાય છે જે ખેડૂતોને પરવડે તેમ ણથી તો તે તમામ ખેડૂતોને ૭૦% સહાય મળવી જોઇએ. અને અગાઉ ખેડૂતોએ ફુવારા સિસ્ટમ વસાવેલ હોય તેઓ ડ્રિપ વસાવી શકતા હતા જે હાલમાં બંધ કરેલ છે.ફુવારાનો માત્ર મગફળી પુરતી જ ઉપયોગ થાય છે. જયારે ડ્રિપ તમામ પાકમાં વપરાય છે. એક બાજુ સરકાર સબસીડી આપે છે. જયારે બીજી બાજુ ૧૨% જી.એસ.ટી વસુલે છે. તો જી.એસ.ટી ઉપર સબસીડી આપવામાં આવે અથવા જી.એસ.ટી નો દર ઘટાડી ૫% કરવામાં આવે. માં તમામ મુદા બાબતે સરકાર માં ઉચ્લેવલ સુધી સરકાર ની સાથે રહી રજૂઆત કરવામાં આવશે તેવું માઇક્રો ઇરીગેશન ડીલર એસોસીએશન ના મંત્રી અને પ્રમુખ દ્વારા જણાવેલ .