જો કે માલિક પાછો ફરી બેગ લઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો..
લીંબડી સરકારી હોસ્પિટલના પટાંગણમાં બપોરે ત્રણ કલાકથી વધુ સમય સુધી બીનવારસી બેગ પડી રહેતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જેમાં ૩ કલાક પછી ભુલેલી બેગના માલિકે બેગ પાછી લેવા આવતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
લીંબડીની રા.રા. સરકારી હોસ્પિટલનાકમ્પાઉન્ડમાં બપોરના બે વાગ્યાના અરસામાં એક બીનવારસી હાલતમાં કાપડનો થેલો મળી આવ્યોહતો. બે થી અઢી કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈ વ્યક્તિ બેગલેવા પરત નહીં ફરતા લોકોએ તર્ક વિતર્કો વહેતા કર્યા હતા. શહેરમાં વાયુવેગે બીન વારસી બેગની વાત ફેલાતા અનેક ચર્ચાઓએ વેગ પકડયો હતો.
જ્યારે ત્રણ કલાક બાદ બેગ પાછીલેવા આવેલા બેગના માલિક રમેશભાઈએ જણાવ્યું કે હોસ્પિટલ રોડ પરથી પસાર થતો હતો. ત્યારે થાક ઉતારવા બેઠા બાદ થેલો ભુલીને ચાલ્યોગયો હતો. પછી થેલો ક્યાં મુકાઈ ગયો તે ભુલી ગયો હતો. બાદમાં તપાસ કરતા થેલો સિવિલ હોસ્પિટલમાં મળ્યો હતો. આ બેગમાં કપડા અને અન્ય જરૂર વસ્તુઓ હતી.