મંડળ પ્રમુખ યોગેન્દ્ર પટેલે મંત્રી ગોપજીને શાલ ઓઢાડી વિદાય આપી
સેલવાસની પંચાયત, માર્કેટ પાસે માતાજીનાં મંદિરની પાછળ હાલમાં સવારે વેપારી મંડળની મીટીંગ થઈ હતી. ઈ.સ. ૧૯૯૬માં દાદરાનગર હવેલીનાં ગ્રામીણ ક્ષેત્રોમાં કો.ઓપરેટીવ સોસાયટીનું નિર્માણ વેપારીઓએ મળીને કર્યું હતુ શઆતમાં માત્ર પાંચ છ મેમ્બર હતા જેમાં ગોપજીભાઈ, ચેતાભાઈ ગોરાક મંત્રી પદ પર કાર્ય કરી રહ્યા હતા તેમને ૫૦૦ રૂ. ના માસીક પગારે રાખવામાં આવ્યા હતા. આજે આ મંડળની આવક દૈનિક એકથી દોઢ લાખ સુધીની છે. આ મંડળ દ્વારા જરીયાત મંદ લોકોને લોનની સુવિધા આપવામાં આવે છે.
ઉપરાંત આ મીટીંગમાં અનેકવિધ વેપારી મંડળો ઉપસ્થિત હતા. ખેડપા નિવાસી મંડળના મંત્રીને પદ પર કાર્ય કરવા વાળા ગોપાજીભાઈને વયના કારણે નિવૃતિ વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં લગભગ ૨૦૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભ્યોની ઉપસ્થિતિમાં યોગેન્દ્ર રતીલાલ પટેલે મંડળના મંત્રી ગોપાજીને વિદાયના સમયે શાલ ઓઢાળી શુભકામનાઓ પાઠવી હતી. અને સુંદર ભવિષ્યની કામના કરી હતી. આ તકે તેઓએ કહ્યું કે આજે ગોપજીની મહેનતનાં કારણે મંડળ આગળ વધ્યું છે. ૨૦૧૭-૧૮માં મંડળની વાર્ષિક આવક ૨ કરોડ ઉપરની થઈ ગઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com