બ્રિટિશ કોલમ્બિયાના કેનેડિયન રોકમાંથી મળી આવ્યા જેલીફિશના અવશેષો
પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સૌ પ્રથમ પૃથ્વી પર સજીવસૃષ્ટિની શરૂઆત પાણીમાંથી થઈ હતી. આ સજીવસૃષ્ટિને કરોડો વર્ષો સુધી શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થયું છે. પર્યાવરણના મુખ્ય ઘટકો હવા, પાણી અને ખોરાક છે. ત્યારે જિન બર્નાર્ડ કેરોન કે જે અર્થ સાયન્સ વિષયના પ્રોફેસર છે તેઓએ 50 કરોડ વર્ષ પહેલાના જીવ સૃષ્ટિના અવશેષો શોધી કાઢ્યા છે. જેની પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે પૃથ્વી ઉપર ક્યારે જીવ સૃષ્ટિની શરૂઆત થઈ.
જેલી ફિશ પર જે રિસર્ચ કરવામાં આવ્યો તેનાથી બાયોડાઈવર્સિટી ના મૂળીઆવો અંગે માહિતી મળશે અને તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થશે કે પૃથ્વી પર જીવન ક્યારે શરૂ થયું. જેલી ફિશ એકમાત્ર દરિયાઈ જીવ છે કે જે માનવ સૃષ્ટિ પૂર્વે જ તેનું અસ્તિત્વ હતું અને હાલની તારીખે પણ જેલીફિશ નું અસ્તિત્વ જોવા મળી રહ્યું છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના પ્રોફેસર જીન બર્નાર્ડ કેરો ને જણાવ્યું હતું કે આ જેલી ફિશના અવશેષ બ્રિટિશ કોલમ્બિયાના કેનેડિયન રોક માં થી મળી આવ્યું છે જેને 1980 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું અને આ જગ્યા મુખ્યત્વે પ્રાચીન અને અનાદિકાળ ના જીવ સૃષ્ટિના અવશેષોથી ભરપૂર છે.
વધુમાં જણાવ્યું હતું કે જેલી ફિશમાં 95 ટકા પાણીનું પ્રમાણ જોવા મળે છે જેથી તેના અવશેષો અન્ય કરતા અલગ છે. લોકોના હાથના કદ જેટલી આ જેલીફિશ ના અવશેષો અનેક રહસ્યો ઉપરથી પડદો ઉઠાવશે અને તે સમયે વાતાવરણ કેવું હતું સહિત અનેક વિષયો અંગે માહિતી પણ પૂરી પાડશે. શિવ સૃષ્ટિની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી મુખ્યત્વે પાણીમાં જ પ્રાણીઓ અને મનુષ્યનું વસવાટ થતો હતો પરંતુ આ મનુષ્ય જમીન ઉપર કયા સમયથી રહેવા લાગ્યા તે અંગેની માહિતી પણ આ જેલીફિશના અવશેષોથી મળી આવશે જે અનેકવિધ રીતે ક્રાંતિ સર્જશે.