૧૮ ફુટ લાંબી આ મહાકાય માછલીએ ભારતમાં ડાયનાસોર હોવાનું પુરવાર કર્યુ
દુનિયાની સૌથી રહસ્યમય ઐતિહાસિક શોધમાં ડાયનાસોર કે જુરાસિક કાળના જીવ જંતુઓનું રિસર્ચએ મહત્વનું બની રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓ કે પછી મ્યુરાસિક કાળના ઘણા જીવજંતુઓ યુરોપ, અમેરીકા જેવા મહાદ્રીપોમાં મળી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ આવા અવશેષ મળ્યા છે જે ડાયનાસોરનો ભારત સાથેનો સંબંધ હોવાનું જણાવે છે.
ગુજરાતના કચ્છ જીલ્લામાં ભૂગોળ વૈજ્ઞાનિકને એક મહાકાય માછલીના અવશેષો મળ્યા છે. જેને સંશોધકોએ ફીસ લિઝાર્ડ નામ આપ્યું છે. એટલે કે માછલી જેવી દેખાતી છિપકલી કડી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણી સાથે જોડાયેલ આ જીવ પુરાસિક કાળ નું હોઇ શકે આ પહેલો એવો મોકો છે.
જેમાં ભારતમાં પણ ડાયનાસોરના સમયવાળા કોઇ જીવના આટલા સ્પષ્ટ અવશેષો મળ્યા હોય આ સંશોધન સાથે જોડાયેલા ગુતુપલ્લી પ્રસાદ ના જણાવ્યા પ્રમાણે આ શોધથી ખ્યાલ આવે છે કે ડાયનાસોરની ફેમીલીનું આ જીવ દુનિયાનાં દક્ષિણી ભાગનાં પણ રહેતા હશે. ઇચથ્યોસોર શબ્દ માછલી અને છિપકલીને ભેવા કરીને બનાવાયો છે. તેનો મતલબ છે જમીન ઉપર ફરતા એવા જંતુ જેનો આકાર માછલી જેવો છે.
વૈજ્ઞાનીકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મળેલ આ અવશેષ ડાયનાસોર કાળના એટલે કે લગભગ રપ૦ થી ૨૦૦ મિલીયન વર્ષ પહેલાના છે આ અગાઉ આ પ્રજાતિના અવશેષ અમેરીકા, ઓસ્ટ્રેલીયા અને યુરોપમાં તો મળ્યા હતા. પરંતુ ભારતમાં નહોતા મળ્યા ૧૮ ફુટ લાંબા આ મહાકાય માછલી કચ્છના દરિયામાંથી મળી આવી છે.
દિલ્હી યુનિવર્સિટીના સંશોધક પ્રસાદે કહ્યું કે, જયારે મારા સાથિઓને આ અવશેષ મળ્યા ત્યારે તેમને પહેલા એવું લાગ્યું હતું કે ડાયનાસોરના જ છે. પરંતુ તેમની પાસે આ અંગેની પુરતી જાણકારી ન હોવાથી તેમણે મારી મદદ લીધી.