1.92 લાખ 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવા મેડિકલેમ ધારકને ચુકવવા આદેશ
કોરોના બીમારીનો મેડીક્લેમ વીમા કંપનીએ નકારી દીધો હોવાની ફરિયાદમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન(અધિક) એ રકમ રૂા.1,92,2600 વળતર 6 % વ્યાજ સહીતની 2કમ ચુકવવાનો મેકસ બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કાં.લી.ને હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ ચંપાબેન લાલજીભાઈ પાંભરે મેકસ બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કાં.લી. પાસેથી તા.7102019 થી તા. 6102020 સુધીના સમયગાળાની હેલ્થ પોલિસી મેળવી હતી.
ત્યારબાદ ચંપાબેનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા નિલકંઠ કોવીડ હોસ્પિટલમાં તા. 8-5-2020થી તા.18-5-2020 સુધી અંદરના દર્દી તરીકે દાખલ થયેલ અને સારવાર કરાવેલ અને સારવાર પાછળ રૂા.1,92,260/- નો ખર્ચ થયેલ છે અંગે વીમા કંપની સામે કલેઈમ નોંધાવેલ પરંતુ વીમા કંપનીએ તા.16-6-2021ના કલેઈ નામંજુર કર્યો હતો.જેથી ચંપાબેને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર (અધિક) સમક્ષ વીમા કંપનીની વળતર પેટેની રકમ રૂ.1,92,260/ મેળવવા કોર્ટમાં મેકસ બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કાં.લી.સામે ફરીયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ ચાલી જતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર (અધિક) એ 2કમ રૂા.1,92,260/ વળતર 6 % વ્યાજ સહીતની રકમ ચુકવી દેવા મેકસ બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કાં.લી.ને હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષે વિજય એન.ગોહેલ, રાજેશ યુ. પાટડીયા રોકાયા હતાં.