પ્રાપ્ત વિગતો મુજબ અગતરાય ગામના ખેડૂત ધીરજલાલ ગોપાલભાઈ ઘોડાસરા ના આશરે બે વર્ષ અગાઉ તેના ખેતરમાં વિજ લાઈન માંથી ઊભા ઘઉમા આગ લાગી ગયલે અને તૈયાર મોલ સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયેલ ખેડુતે કેશોદ PGVCL કચેરી પાસે વળતર ની માગ કરેલ હતી.
પરંતુ PGVCL એ પોતાનો લુલો બચાવ કરતા ખેડૂતને જણાવેલ તમારા ખેતરમાં કોઈ વીજ પોલ આવેલ નથી અને આગ તમારા બાજુ ના ખેતરમા લાગીને પછી તમારા ખેતરમાં લાગેલ હોય અમે વળતર આપીશું નહીં અને વળતર ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
નિરાશ ખેડુતે વળતર મેળવવા કોર્ટનો આશરો લેવા ખેડુતે વંથલીના એડવોકેટ સમા બ્રધર્સ એડવોકેટ ઇબ્રાહીમ.એ.સમા મારફત જીલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં PGVCL વિરુદ્ધ વળતર ચૂકવવા ફરીયાદ કરેલ અને એડવોકેટ આઇ.એ.સમા દ્વારા ઊચ્ચ અદાલતોના ચૂકાદાઓ તેમજ પ્રખર દસ્તાવેજો રજૂ કરી અને ધારદાર દલીલો કરતા કોર્ટ સમક્ષ PGVCL ની ઘોર બેદકારી સામે લાવી આપેલ ફરીયાદીના બાજુના ખેતરમા રહેલ વીજ લાઈન માંથી ખેતરમાં આગ લાગીને બાદમાં ફરિયાદીના ઉભા ઘઉ સળગી ઉઠેલ કોર્ટે PGVCL ને જ જવાબદાર ગણાવી અને જીલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટે દ્રારા PGVCL કચેરી એ રૂ. 1.62 લાખ તથા 6%લેખે આજ દિન સુધીનુ વ્યાજ તથા ખર્ચ સહિત ખેડુતને ચૂકવી આપવા ચુકાદો આપ્યો છે.