આજે રાષ્ટ્રીય સુરક્ષીત માતૃત્વ દિવસ

અંતરિયાળ વિસ્તારોમાં ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા આપવી મુખ્ય કાર્ય

ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલનેનેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે  સંદર્ભે આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોચ્ર્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ તમામ પ્રયાસો અંતરિયાળ વિસ્તારોમાં થઈ રહ્યા છે.

ગર્ભાવસ્થા અને માતૃત્વ સ્ત્રીના જીવનના સૌથી સુંદર તબક્કાઓ છે, પરંતુ જો એ સમયાનુસાર સારસંભાળ ન લેવાય તો તે ભયાવહ  સાબિત  થઈ શકે છે. નર્મદા જિલ્લાના વહિદાબેન જયમલભાઈ વસાવા ગત વર્ષે સગર્ભા હતા ત્યારે તેમની ચિંતાનો પાર ન હતો, કારણ કે કસુવાવડમાં તે પ્રથમ બાળક ગુમાવી ચૂક્યા હતા. વહિદાબેન જણાવે છે કે “સિકલ સેલ એનિમિયાને કારણે મને પીડાદાયક કસુવાવડ થઈ હતી. જ્યારે મને સગર્ભા હોવાની જાણ થઈ ત્યારે હું બાળક અને મારા સ્વાસ્થ્ય વિશે ચિંતામાં ગરકાવ થઈ ગઈ હતી”.

વહિદાબેન જેવી અનેક ગ્રામીણ મહિલાઓ આવા જ પીડાદાયક સમયમાંથી પસાર થાય છે. આવી ચિંતાઓ ઘણીવાર સગર્ભાઓને બાળજન્મ પહેલાં, દરમિયાન અને પછી શું કરવું જોઈએ તે અંગેની જાગૃતિના અભાવનું પરિણામ છે. આ અંગે પરિણામલક્ષી સંવાદના ઉદ્દેશ્યથી દર વર્ષે 11 એપ્રિલને ભારતમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ મનાવવામાં આવે છે.

ધ ફોચ્ર્યુન સુપોષણ – અદાણી વિલ્મરની એક પહેલ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ભારતના આંતરિક ભાગોમાં ચલાવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ સગર્ભાઓને યોગ્ય આહાર, પોષણ, સરકારી યોજનાઓની સુવિધાઓથી પરિવારોને વાકેફ કરવાનો છે. વહિદાબેન જણાવે છે કે “હું 23 મહિનાની તંદુરસ્ત બાળકીની માતા છું. સુપોષણ સંગિની અનિષાબેન વસાવાની હંમેશા આભારી રહીશ કારણ કે તેઓ મારી ગર્ભાવસ્થા દરમિયાન અડીખમ ઉભા રહ્યા”.   અનિષાબેન નિયમિત કાઉન્સેલિંગ અને ફોલો-અપથી લઈને સ્ટ્રેસ રિડક્શન ટેકનિક સુધી ગર્ભાવસ્થા દરમિયાન વહિદાના સંગીની બનીને ઉભા રહ્યા. અનીષાબેન જણાવે છે કે વહિદાબેનને સિકલ સેલ એનિમિયા હોવાથી તેમનું વજન ખૂબ જ ઘટી રહ્યું હતું અને તેમના હિમોગ્લોબિનનું સ્તર લગભગ 10% સુધી નીચે આવી ગયું હતું, જેનાથી તેમના પતિ અને સાસરિયાઓ ડરી ગયા હતા.

તેઓ ઉમેરે છે કે બીજી વારની ગર્ભાવસ્થા દરમિયાન અદાણી ફાઉન્ડેશને વહિદાબેન અને તેમના પરિવારને સહાય અને પરામર્શ આપવા માટે પગલું ભર્યું, જેમાં નિષ્ણાતોની સલાહ-સારવાર, પરિવારને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરતા શીખવવું અને પ્રાણાયામ જેવી તણાવ ઘટાડવાની તકનીકો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જ્યારે અમે વહિદાબેનનું બાળક જોયું ત્યારે અમારી ખુશીનો પાર ન હતો.

વર્ષોથી આ પહેલ હેઠળ અનેક સુપોષણ સંગિનીઓ યુવાન માતાઓ સાથે અવિરત કામ કરી રહી છે અને તેમને પ્રસૂતિ પહેલા અને પોસ્ટ-નેટલ કેર વિશે માર્ગદર્શન પૂરું પાડી રહી છે. ભારતમાં દર વર્ષે 3 કરોડથી વધુ મહિલાઓ માતા બને છે, જેમાંથી દર વર્ષે 45,000થી વધુ મહિલાઓનું પ્રસવ દરમિયાન મોત થાય છે. માતૃ મૃત્યુદરના વૈશ્વિક આંકડાઓ તો તેનાથી પણ વધુ અને મોટી ચિંતાનું કારણ પણ છે. એવામાં સુરક્ષિત માતૃત્વ માટે ચલાવાઈ રહેલા આવા કાર્યક્રમો અનેક મહિલાઓ માટે વરદાનરૂપ છે.

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (જઉૠત) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,675 ગામડાઓમાં કાર્યરત છે, જે 7.6 મિલિયન લોકોને સ્પર્શે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.