- નવા વર્ષની હાર્દિક શુભકામના
- અંકશાસ્ત્ર, અક્ષર ગણિત ઉપરથી એટલે કે મનુષ્ય નામ પરથી સ્વભાવ અને ભવિષ્યકથન કરનારૂ શાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે અંક ઉપરથી ફલાદેશ કરવાની પદ્ધતિ. વસ્તુત: ગ્રહોની અસર તેમનાં સ્થાન ઉપરથી દર્શાવી શકાય છે અને હસ્તરેખાશાસ્ત્ર પણ વ્યક્તિનાં સ્વભાવલક્ષણ તેમજ ભવિષ્ય દર્શાવે છે તેમ અંકશાસ્ત્ર, અક્ષરગણિત ઉપરથી એટલે કે મનુષ્ય, પ્રાણી, દેશ, વસ્તુ વગેરેનાં નામ પરથી સ્વભાવ અને ભવિષ્યકથન કરનારું શાસ્ત્ર છે. પરંતુ સમય જતા અને વિજ્ઞાન અધ્યતન બનતા હવે અંક શાસ્ત્ર પણ લોકોમાં જે ભરોસો ઉભો કર્યો છે તે પણ એક અલૌકિક છે. ફિલ્મ સેલિબ્રિટી થી માંડી ઉચ્ચ અને પ્રતિષ્ઠિત લોકો પણ અંક-વિજ્ઞાનનો સહારો લઈ તેમનું જીવન સરળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. અંકશાસ્ત્ર એ કોઈ નાનો વિષય નહીં પરંતુ તેની અંદર અનેકવિધ શાખાઓ આવેલી છે જેનું યોગ્ય અભ્યાસ કરવાથી અને યોગ્ય ફરીથી પાડવાથી જાતકને તેનો પૂરતો અને મહત્તમ લાભ મળતો હોય છે.
અબતકના ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર માસ્ટર જીનલ્સ સાથે” 2025 માં તમારું ભાગ્ય કેવું હશે “કાર્યક્રમમાં આ વર્ષમાં તમારી માટે કેટલું ફળદાઈ છે તે જાણી શકશો
અંકશાસ્ત્ર એક વિશેષ સિદ્ધાંતને અનુસરે છે. પ્રત્યેક પદાર્થને અંકથી ઓળખાવી શકાય છે. ગ્રીક અને હીબ્રૂ મૂળાક્ષરોમાં દરેકને તેનું અંકમૂલ્ય હોય છે. 1થી 9 અંકની ભિન્નભિન્ન અસરો અને તેનો ચોક્કસ પ્રભાવ આ ગણતરીથી નક્કી કરી શકાય છે.અંકશાસ્ત્ર મુખ્યત્વે અને ભાગ્યાંક ઉપર નિર્ભર છે. ત્યારે મૂલાંક શું છે ? ભાગ્યાંક શું છે ? તે અંગે દરેકે જાણવું જરૂરી છે. મૂલાંક એટલે જન્મ તારીખ ઉમેરીને બનેલી સંખ્યા. આ સંખ્યાઓ વ્યક્તિની પસંદ, નાપસંદ, તેનો સ્વભાવ, ભવિષ્ય વગેરેની સાથે તેના સંબંધો વિશે પણ ઘણુ બધુ જણાવે છે. જ્યારે ભાગ્યાંકનો ઉપયોગ જાતકની મહત્વપૂર્ણ તારીખ અને ઘટનાઓ અંગે જાણવા માટે થાય છે.
જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે. અંકશાસ્ત્રમાં અલગ અલગ અંકોનો મહત્વ દર્શાવેલું છે ત્યારે નુતન વર્ષ 2025 નો ટોટલ સરવાળો 9 થાય છે , આપણા સમાજમાં નવ નંબરનું ઘણું મહત્વ રહેલું છે, નવરાત્રિના નવ દિવસ નક્ષત્રનો મંત્ર જાપની માળામાં 108 પારા એટલે કે તેનો સરવાળો નવ ,બાળકનો જન્મ પણ નવ મહિને , માનવ શરીરમાં પણ નવરસ હોય છે. મંગળ શું છે તેની એનર્જી કેવી છે તે અનુસંધાને મંગળ ગ્રહની એનર્જી જોવા મળશે ,આ વર્ષે આથી આ વર્ષ કમ્પ્લીસનનું રહેશે.
કુદરતી આફતો સર્જાય તેવી સંભાવના
નુતન વર્ષ દરમિયાન દેશમાં ભૂકંપ દાવાનળ વંટોળ આવી શકે છે દાવાનળ થવાથી પ્રાણીઓ પણ હેરાન થાય પરિસ્થિતિ સર્જાઈ શકે છે ઠંડી વાળી જગ્યાએ લોકો ફરવાનું પસંદ કરશે.
પર્સનલ યરના મુળાંક પરથી જાણો તમારૂ 2025 વર્ષ કેવું રહેશે
2025નું વર્ષ તમારા માટે કેવું રહેશે તે તમારા પર્સનલ યરના મુળાંક પરથી ખ્યાલ આવશે પર્સનલ યરનો મુળાંક જાણવા માટે તમારી જન્મતારીખ + જન્મનો મહિનો+ હાલનું ચાલુ વર્ષ એટલે કે 2025 ધારો કે તમારી જન્મ તારીખ 10 સપ્ટેમ્બર છે તો 10+9+2+0+2+5=28, કુલ 28 હવે 2+8=10 તો તમારો પર્સનલ યરનો મુળાંક થયો “1” અંકશાસ્ત્રમાં કોઈ પણ બે ડીજીટમાં આંકડો આવે તેનો સરવાળો કરી એક ડિજીટમાં મુળાંક કરવાનો હોય તો અહીયા 1 થી 9 પર્સનલ યરના મુળાંક પરથી આપનું આ 2025નું વર્ષ કેવું રહેશે તે તમે જાણી શકશો.
શેરમાર્કેટ ઇન્વેસ્ટર માટે 2025 વર્ષ તહેલકો મચાવશે
શેર માર્કેટ ઇન્વેસ્ટ કરવા માટે 2026 સુધી રાહ જોવી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો માર્કેટમાં કાપ આવી શકે એટલે 2025 માં માર્કેટ થી દૂર રહેવું,આ વર્ષ દરમિયાન નિકાસ વધશે મેન્યુફેક્ચરિંગ વધશે તેમજ એક્શન ફિલ્મ સારી રીતે ચાલશે આ ઉપરાંત યુદ્ધની પરિસ્થિતિ સર્જાય પરંતુ અટકી જાય એવું ભેદ બની શકે ભારત અને ચીનના સંબંધો સુધરી શકે આ ઉપરાંત આ વર્ષે માનવતાના પણ ઘણા કાર્યો થશે મંગળ ગ્રહ છે શું?
જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે. અંકશાસ્ત્રમાં અલગ અલગ અંકોનો મહત્વ દર્શાવેલું છે.અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક 9 પૂર્ણતા, પરોપકાર અને આધ્યાત્મિક જ્ઞાનનો અંક છે.. આ અંકનો સંબંધ મંગળ અને સૂર્ય ગ્રહ સાથે હોય છે. આ અંક શક્તિ ઉર્જા અને સેવાનું પ્રતિક પણ છે. મંગળ ગ્રહના જાતક નીડર અને ઊર્જાવાન રહે છે. એના થી જાતક ની ઉત્પાદન ક્ષમતા માં વૃદ્ધિ થાય છે. વિવિધ પરિસ્થિતિ માં પણ જાતક પડકાર ને સહર્ષ સ્વીકાર કરે છે અને તેમને માત પણ આપે છે. સબળ મંગળ નો પ્રભાવ કેવળ વ્યક્તિ ની ઉપર નથી પડતું પરંતુ આનો પ્રભાવ વ્યક્તિ ના પારિવારિક જીવન પણ દેખાઈ દે છે. મંગળની એનર્જી સાથે સંકળાયેલો અંક એટલે નવ, જે વ્યક્તિનો ભાગ્યાંક નવ છે, તેઓને મંગળની એનર્જી જોવા મળશે , તેમાં જોબ કરતા હશે તેને જોબ છોડવાનું બિઝનેસ કરતા હોય તેને બિઝનેસ છોડી દેવાનો વિચાર આવશે ટૂંકમાં નવ ભાગ્યાંક વાળા લોકોને પીછહેઠ કરવાનો વિચાર આવશે તેમજ આ વર્ષ કોઈપણ વાતનો અંત લાવશે પરંતુ વિચારો પર નિયંત્રણ રાખી આગળ વધવું પડશે.
9 ભાગ્યાંક વાળા જાતકોએ શું ઉપાય કરવો
આ વર્ષ દરમિયાન નવ ભાગ્યાંક વાળા વ્યક્તિઓએ એક્સરસાઇઝ ,બ્લડ ડોનેશન, લાલ બુંદી હનુમાનજીને ધરીને ગરીબોમાં બાટવી લાભદાયી, લાલ કલરના વસ્ત્રો પહેરવાનું ટાળવું ,હનુમાનજી તેમજ ગણેશજીની આરાધના કરવાથી લાભ થશે, ગુસ્સા પર કાબુ રાખવો તેમજ વાઈટ ઓફ વાઈટ બ્લુ રંગના વસ્ત્રો ધારણ કરવા મંગળ ગ્રહ યુદ્ધ, સેના, ઉર્જા, રક્ત, પરાક્રમ, ભૂમિ, સાહસ કારક ગ્રહ છે. આ વર્ષ દરમિયાન મંગળ કેટલીક રાશિ પર ભારે રહેવાનો છે. નવા વર્ષમાં મંગળનું શાસન હશે તેથી કેટલાક લોકોએ લાલ રંગના કપડા પહેરવાથી પણ બચવું જોઈએ. કરિયર અને વેપાર – કોઈ નવી યોજના પર કામ શરૂ થઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂર્ણ કરવા માટે રસ્તાઓ ખુલી શકે છે. તમને નવી તક મળી શકે છે, તેને જવા ન દો.
પર્સનલ યર મુળાંક- 1
પર્સનલ યર મુળાંક 1 આવતો હોય તેવા લોકોનું 2025 ખુબજ સારૂ રહેશે તે નવી બધા ક્ષેત્રે નવી શરૂઆત કરી શકે છે, ધંધામાં નોકરીમાં, નવા સ્ટાર્ટઅપમાં નવી શરૂઆત કરી શકે. નવું ઘર, કારની ખરીદી કરી શકે છે. સગાઈ, લગ્ન તેમજ બેબી પ્લાનિંગ કરી શકે છે. જો તમને આ બધા કામોમાં અડચણરૂપ કંઈ થતું હોય તો ઉપાયમાં તમે લાલ કલરની વસ્તુનું દાન કરી શકો જેમકે કોપર, ગોળ, ઘઉં મહિનામાં એકવાર રવિવારે દાન કરી શકો.
પર્સનલ યર મુળાંક -2
પર્સનલ યર મુળાંક 2 આવતો હોય તેમનું આ વર્ષ ઓકે રહેશે. બહુ સારૂ પણ નહી રહે અને ખરાબ પણ નહિ રહે, નવું કંઈ સ્ટાર્ટઅપ કરતા હોય તો એ ટાળવું, લાખો-કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ, ઘર રીપેરીંગ કામ, ઈન્ટીરીયર કામ કરાવી શકાય. ૐ નમ: શિવાયના જાપ કરી શકો શિવ મંદિર જઈ શકો તથા ઘરમાં, ઓફિસમાં મોરપંખ સાથે રાખી શકાય.
પર્સનલ યર મુળાંક- 3
આ વર્ષ પર્સનલ યર જ્ઞાનનું વર્ષ રહેશે, ક્રિેએટીવ કામ, નવું શીખવાનું, જ્ઞાન મેળવી શકે કોઈપણ વ્યકિત પર આંધળો વિશ્ર્વાસના કરવો કોઈપણ ડોકયુમેન્ટ સહિ કરતા પહેલા વિચારીને સહી કરવા ભાગીદારી કરવાનું ટાળવું, પીળા કલરની વસ્તુઓનું પોતાના ગુરૂને દાન કરવું. શિવચાલીસા, ગણેશ ચાલીસા, વ્રતકથા, ભગવદ્ગીતાના પુસ્તકોનું દાન કરી શકે.
પર્સનલ યર મુળાંક- 4
4 નંબર રાહુનો નંબર છે એટલે જો પર્સનલ યર જ આવતો હોય તેમને આ વર્ષ મહેનત વધુ કરવી પડશે આળસવૃત્તિ રહેશે તેમજ ઝડપથી જીવનમાં ઉતાર-ચડાવ આવશે તેમને કામ પ્રત્યે કાર્યરત રહેવું અને પોતાના કામની જવાબદારીઓ લેવી અને પોતાનો હક માંગતુ રહેવું પડશે. સફેદ અને કાળા ધાબળા દાન કરી શકો તેમજ પ્રાણી અને પક્ષીઓને ચણ નાખી શકાય.
પર્સનલ યર મુળાંક- 5
આ વર્ષ પર્સનલ યર મુળાંક 5 માટે આનંદદાયક રહેશે. નવા સ્થળોએ ફરવાનું, નવી જોબ, નવો બિઝનેસ, પાર્ટી બધુ કરી શકશે. ખુશ રહેશે. પોતાની દુનિયામાં મસ્ત રહેશે જે પણ કાર્ય કે એન્જોયમેન્ટ કરોએ વધુ પડતુ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. ગણેશના અર્થવશિષના પાઠ કરી શકે. ના આવડે તો સાંભળી શકે, ગાયને ઘાંસ તેમજ તુલસીના છોડ પાસે રોજ દીવો કરવો.
પર્સનલ યર મુળાંક-6
આ વર્ષ પરિવાર માટેનું રહેશે, ઘર માટે સારૂ રહેશે, જીવનસાથી મળી શકે. તૂટેલા સંબંધો પાછા જોડાઈ શકે લકઝરી પાછળ ખર્ચ કરી શકશો, સફેદ ગાયની સેવા કરી શકો, નાહવાના પાણીમાં એલચી નાખી નાહી શકો.
પર્સનલ યર મુળાંક -7
2025નું વર્ષ પોતાની જાત સાથેની વાત કરવાનું રહેશે. આધ્યાત્મિક રહેશે. ટુંકી વિદશ યાત્રા થઈ શકે. વિઝા તેમજ પી.આર મળી શકે કોઈ સાથે રીલેશનશીપમાં હોવ તો દગો થવાની શકયતા રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કુતરાઓને ખવડાવી શકો, ધાબળાનું દાન કરી શકો. વાસુકી નાગની ફેણ પર ચંદન, ઈતર લગાવી શકો.
પર્સનલ યર-8
જેમનો પર્સનલ યર મુળાંક 8 આવતો હોય તેમનું આ વર્ષે ફળ મળશે. તમે કરેલી સખત મહેનતનું ફળ આ વર્ષે મળશે. પૈસા આવી શકે, પ્રોપર્ટીને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ થઈ શકે. કામ ખૂબ રહેશે. જરૂરીયાતમંદ લોકોને મદદ કરી શકો, સુંદરકાંડના પાઠ કરી શકો, હનુમાનજીની આરાધના કરવી.
પર્સનલ યર -9
પર્સનલ યર 9 મુળાંક થતું હોય તેમનું આ વર્ષ અઘરૂ રહેશે જોબ છોડવાનું મન થાય, કોઈપણ કાર્ય કરતા હોય તે છુટી શકે, રોકાણોથી બચવું, તમારી એનર્જી ઓછી થાય. હનુમાન ચાલીસાના પાઠ તેમજ સુંદરકાંડના પાઠ કરી શકો. લાલ વસ્તુનું દાન કરી શકો.