ભારતનો જનાદેશ : ‘અચ્છે દિન’ નહીં ‘સબસે અચ્છે દિન’ જોઇએ

શેરબજાર, મૂડીરોકાણ સહિતની નાણાંકીય પરિસ્થિતિ કેવી રહેશે?

આયાત-નિકાસ વચ્ચેનું અંતર કઇ રીતે  સમતોલ થશે?

કરવેરા અને રાહતોની સરકારની તિજોરી પરની અસરો કેવી રહેશે?

ઇ-કોમર્સ અને ડિજિટલ વ્યવહારોનું ભવિષ્ય કેવુ રહેશે?

અચ્છે દિનની આશા જગાડી મોદી સરકાર ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારથી શેરબજાર સૂચકઆંકમાં જાણે પાર્ટીનો માહોલ બન્યો હોય તેમ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ૨૪૦૦૦ થી લાઇફટાઇમ હાઇ ૩૯૨૭૫ એટલે કે ૧૫૨૭૫ પોઇન્ટનો વિક્રમી ઉછાળો હાંસલ કર્યો છે.sensex gujarati

કેન્દ્ર સરકારના સકારાત્મક પગલાઓને કારણે ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકાયા છે. નોટબંધી જેવા જોખમી નિર્ણયોને કારણે ઘરોમાં સચવાયેલું રોકડ ચલણી નાંણુ બજારમાં ફરતું થયું, ડિજિટલ વ્યવહારોને વેગ મળ્યો, જીએસટીના કારણે અલગ-અલગ ચીજવસ્તુઓ અને સેવાઓની આકારણી એક જ કરથી થવા લાગી, સરકારને કરની આવક વધી. વિદેશી મૂડીરોકાણ લાવવા ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા અને પ્રોત્સાહન આપવા મેક ઇન ઇન્ડિયા જેવો કોન્સેપ્ટ આપ્યો. વીમો, ઇ-કોમર્સ, સીંગલ રીટેઇલ બ્રાન્ડ સહિતના ક્ષેત્રે ૧૦૦% સીધા વિદેશી રોકાણને મંજૂરી જેવી નીતિ દ્વારા ભારતના ઘરઆંગણે વિકસતા બજારની માંગ સંતોષવા અને નિકાસ વૃદ્ધિ દ્વારા રાજકોષીય ખાદ્ય ઘટાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.

આમ ૨૦૧૯માં સશક્ત અને વિઝનરી સક્ષમ સરકાર ચૂંટીને ‘સબસે અચ્છે દિન’ આવે તેની રાહ જોઇ રહ્યા છે. સરકાર મક્કમતાથી આર્થિક સુધારાને ગતિ આપશે તો ભારત પુરા વિશ્ર્વ માટે ભાગ્ય વિધાતા બની રહેશે.

નિકાસ (Mn $)

૨૦૧૩-૧૪ 312.35
૨૦૧૪-૧૫ 310.35
૨૦૧૫-૧૬ 262.29
૨૦૧૬-૧૭ 276.54
૨૦૧૭-૧૮ 302.84

ઇકોનોમિક ઇન્ડેક્સ ઇસીઆઇ મુજબ ભારત વિશ્ર્વમાં ૧૭મા ક્રમાંકે આવતુ સૌથી મોટુ નિકાસકાર અર્થતંત્ર છે અને સૌથી જટિલ અર્થવ્યવસ્થામાં ૪૫મા ક્રમાંકે આવે છે. ૨૦૧૩-૧૪ થી ૨૦૧૭-૧૮ના બાજુમાં આપેલ કોષ્ટક મુજબ નિકાસના આંકડામાં ઉતાર ચઢાવ જોવા મળે છે. માર્ચ-૨૦૧૮ થી એપ્રિલ-૨૦૧૯ના વાર્ષિક ગાળા દરમિયાન ૯.૦૬% વૃદ્ધિ સાથે નિકાસનો આંક ૩૩૧.૦૨ મીલીયન ડોલર સુધી પહોંચી ગયો હતો. રીફાઇન્ડ પેટ્રોલીયમ, હીરા, પેકેજ્ડ દવાઓ, ઘરેણા અને ચોખા જેવી વસ્તુઓ ભારતમાંથી મોટા પાયે નિકાસ થાય છે અને યુએસ, યુએઇ, ચીન, હોંગકોંગ અને જર્મનીમાં સૌથી વધુ નિકાસ થાય છે.

જીડીપી આંક

૨૦૧૩-૧૪ 6.39 %
૨૦૧૪-૧૫ 7.41 %
૨૦૧૫-૧૬ 8.15 %
૨૦૧૬-૧૭ 7.11 %
૨૦૧૭-૧૮ 6.62 %

ભારતમાં ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટસ ૧૯૬૦ થી ૨૦૧૭ સુધીમાં ૫૪૫.૮૭ બીલીયન યુએસ ડોલર રહ્યો છે. જે વર્ષ ૨૦૧૭માં ૨૬૦૦.૮૨ બીલીયન ડોલર રહ્યો હતો. જે તેના સૌથી ઉંચા સ્તરે છે. ભારતનો જીડીપી વૈશ્ર્વિક અર્થતંત્રનો ૪.૧૯ ટકા હિસ્સો દર્શાવે છે. ભારતનો જીડીપી વાર્ષિક વૃદ્ધિદર છેલ્લા પાંચ સ્તરમાં તેના ૮.૧૫% સુધી પહોંચી ગયો હતો જે તે સમયે ચીનના ૭ ટકા જીડીપી વાર્ષિક વૃદ્ધિદર કરતા વધુ છે. નોટબંધી અને જીએસટીના અમલીકરણ છતાંપણ વરસાદની અનુકૂળતા અને સરકારના અસરકારક પગલાઓને કારણે વાર્ષિક ૭% જીડીપી વૃદ્ધિદર હાંસલ કરવાના લક્ષ્યાંક સિદ્ધ કરી શકાયા છે.

આયાત (Mn $)

૨૦૧૩-૧૪ ૪૫૦.૯૪
૨૦૧૪-૧૫ ૪૪૮.૦૩
૨૦૧૫-૧૬ ૩૮૧.૦૦
૨૦૧૬-૧૭ ૩૮૨.૭૪
૨૦૧૭-૧૮ ૪૫૯.૬૬

છેલ્લા પાંચ વર્ષના આંકડા જોતા આયાતમાં ૨૦૧૭-૨૦૧૮ સિવાય ઉત્તરોત્તર ઘટાડો જોવા મળે છે. વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૫૦૭.૬ મીલીયન ડોલરની આયાત કરવામાં આવેલ છે. જે ૨૦૧૪ કરતા ૧૦.૫% અને ૨૦૧૭-૧૮ કરતા ૧૪.૩% વધુ છે. વિકાસશીલ રાષ્ટ્ર ભારતમાં વિકસતા અર્થતંત્ર સાથે સૌથી મોટી જ‚રિયાત ક્રૂડ ઓઇલની હોય, વિશ્ર્વમાં ક્રૂડ ઓઇલના આયાતકાર તરીકે ૪થા ક્રમાંકે આવે છે. ક્રૂડ બાદ સોનુ, કાચા હીરા, કોલસો, પેટ્રોલીયમ ગેસની આયાત સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. ચીન, યુએસ, યુએઇ, સ્વીટ્ઝરલેન્ડ, સાઉદી અરેબીયામાંથી સૌથી વધુ આયાત કરવામાં આવે છે.

ઔદ્યોગિક ઉત્પાદન

૨૦૧૩-૧૪ ૪.૦ %
૨૦૧૪-૧૫ ૪.૦ %
૨૦૧૫-૧૬ ૩.૩ %
૨૦૧૬-૧૭ ૪.૬ %
૨૦૧૭-૧૮ ૪.૪ %

ભારત કૃષિપ્રધાન દેશ છે તેથી ઉદ્યોગો માટે કાચા માલની ઉપલબ્ધતા તેમજ ઘરઆંગણે નાગરિકોની ખરીદ શક્તિના વિકાસને કારણે માર્કેટમાં પ્રોત્સાહક માગ રહેતા ઔદ્યોગિક ઉત્પાદન ૨૦૧૫-૧૬ના ગાળામાં નોટબંધીની અસરને બાદ કરતા એકંદરે વધી રહ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા સરકારના પગલાઓને કારણે ૨૦૧૮-૧૯ માટે ઔદ્યોગિક ઉત્પાદનનો લક્ષ્યાંક ૫.૮% અને ૨૦૧૯-૨૦ માટે ઔદ્યોગિક ઉત્પાદનનો લક્ષ્યાંક ૬.૦% અંદાજવામાં આવેલો છે. ૨૦૨૨ સુધીમાં જીડીપીના ૨૫% હિસ્સો મેન્યુફેકચરીંગ ક્ષેત્રનો હોય તે સાથે ૧૦ કરોડ રોજગારી ઉભી થવાના લક્ષ્યાંક આંકવામાં આવ્યા છે.

રાજકોષીય ખાદ્ય

૨૦૧૩-૧૪ ૪.૪ %
૨૦૧૪-૧૫ ૪.૧ %
૨૦૧૫-૧૬ ૩.૯ %
૨૦૧૬-૧૭ ૩.૫ %
૨૦૧૭-૧૮ ૩.૫ %

૨૦૧૪માં ચૂંટાયેલી કેન્દ્રની મોદી સરકારે શ‚આતથી જ રાજકોષીય ખાદ્ય  ૩% સુધી લઇ જવાના પ્રયત્નો આદર્યા હતા. બજેટમાં રાજકોષીય ખાદ્ય ઘટાડવા માટે કરેલ જોગવાઇઓના ભાગ‚પે તેમજ ક્રૂડના વૈશ્ર્વિક સ્તરે ઘટેલા ભાવોના કારણે જીએસટીના અમલીકરણ દ્વારા થયેલા વિક્ષેપ છતાં પણ રાજકોષીય ખાદ્યને ૩.૫% સુધીના સ્તર સુધી લઇ જવામાં સરકારને સફળતા મળી છે. ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ૩.૩% રાજકોષીય ખાદ્ય રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. રાજકોષીય ખાદ્ય ઘટાડવા માટે જીડીપીમાં વૃદ્ધિ અને જીએસટીના લક્ષ્યાંક પૂર્ણ‚પે હાંસિલ કરવા તરફ સરકાર પગલા લેશે.

નેટ એફડીઆઇ  (Bn $)

2013-14 ૨૨
2014-15 ૩૧
2015-16 ૩૬
2016-17 ૩૬
2017-18 ૩૦

કેન્દ્રમાં મોદી સરકાર ચૂંટાઇ આવી ત્યારથી ભારતમાં સીધા વિદેશી રોકાણમાં વધારો થયો છે. ભારતમાં ત્રિમાસીક ધોરણે એફડીઆઇના આંકડા અપડેટ કરવામાં આવે છે જે મુજબ સપ્ટેમ્બર-૨૦૧૭ વખતે ૧૪.૭ બીલીયન ડોલર એ અત્યાર સુધીનું સૌથી ઉંચું સ્તર છે.

વર્ષ ૨૦૧૮-૧૯ના સમયગાળામાં નેટ એફડીઆઇ ૩૪.૬૦ બીલીયન ડોલર રહ્યું હતું. કુલ એફડીઆઇ ૨૦૧૪-૧૫ માં ૪૫.૧૫ બીલીયન ડોલર, ૨૦૧૫-૧૬માં ૫૫.૫૬ બીલીયન ડોલર, ૨૦૧૬-૧૭માં ૬૦.૨૨ બીલીયન ડોલર,  ૨૦૧૭-૧૮માં ૬૧.૯૬ બીલીયન ડોલર અને ૨૦૧૮-૧૯માં ૬૦.૯૭ બીલીયન હતું. કેન્દ્ર સરકાર ૧૦૦ બીલીયન ડોલરના કુલ એફડીઆઇના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે.

જથ્થાબંધ ફુગાવો આંક

૨૦૧૩-૧૪ ૫.૨ %
૨૦૧૪-૧૫ ૧.૩ %
૨૦૧૫-૧૬ -૩.૭ %
૨૦૧૬-૧૭ ૧.૭ %
૨૦૧૭-૧૮ ૩.૨ %

ભારતમાં ફુગાવાનો વાર્ષિક દર જથ્થાબંધ ભાવ ઇન્ડેક્સ અને છુટક ભાવ મુજબ નક્કી કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષની ફુગાવાની આંકડાકીય માહિતી તપાસતા ફુગાવા સ્તરમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળે છે. જથ્થાબંધ ફુગાવાના આંકડા આપેલા કોષ્ટક મુજબ ફુગાવાને કાબુમાં લેવામાં કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ ઘણા અંશે સફળ રહી છે. વધુમાં ૨.૭૬%, ૨.૯૩%, માર્ચ-૨૦૧૯માં ૩.૧૮% અને એપ્રિલ-૨૦૧૯માં ુ૩.૦૭% જથ્થાબંધ ફુગાવાનો દર નોંધાયો હતો. છુટક ફુગાવાનો દર એપ્રિલ-૨૦૧૯માં ૨.૯૨% નોંધાયો હતો.

બિઝનેસ રેન્ક

૨૦૧૪ ૧૩૪
૨૦૧૫ ૧૪૨
૨૦૧૬ ૧૩૦
૨૦૧૭ ૧૩૦
૨૦૧૮ ૧૦૦

 

વર્લ્ડ બેંક દ્વારા વ્યવસાય કરવાની સરળતા અંતર્ગત જારી કરવામાં આવેલા વિવિધ દેશોના ક્રમાંકમાં ભારતની છેલ્લા પાંચ વર્ષોની ગતિવીધિ બાજુમાં આપેલા કોષ્ટકમાં રજૂ કરી છે. છેલ્લે ડિસેમ્બર-૨૦૧૮ માટે જારી કરવામાં આંકડા અનુસાર ભારત ૭૭મા ક્રમાંકે રહયું છે. એટલે સૌ પ્રથમ વખત દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ટોપ રેન્કમાં આવી ગયું છે અને બ્રિકસ દેશોમાં ત્રીજા સ્થાને રહ્યું છે. રેન્ક નકકી કરવામાં ભાગ ભજવતા ઇન્ડિકેટર્સમાં ક્ધસ્ટ્રક્શન પરમીટમાં સૌથી વધુ ૧૨૯ પોઇન્ટનો સુધારો તેમજ ટ્રેડિંગ એક્રોસ બોર્ડર માં ૬૬ પોઇન્ટનો સુધારો થતા ભારત ૭૭મા ક્રમાંકે આવી ગયું છે.

નોટબંધી, કોમર્સ ડિજિટલ વ્યવહારો

Rupees kZ3D

૮ નવેમ્બર, ૨૦૧૬ના દિવસે કેન્દ્રની મોદી સરકારે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટોની નોટબંધી જારી કરી. આરબીઆઇના રીપોર્ટ મુજબ કુલ રૂ. ૧૫.૩૦ લાખ કરોડની ચલણી નોટો બેંકોમાં જમા થઇ હતી. નોટબંધીની અસર હેઠળ નાણાકીય વર્ષ ૨૦૧૬ અને ૧૭ દરમિયાન ૫.૨૯ કરોડ જેટલા ઇન્કમટેક્સ રીટર્ન ભરાયા અને માર્ચ-૨૦૧૯ના આંકડા મુજબ રૂ.૨૧.૪૧ લાખ કરોડની ચલણી નોટો વ્યવહારમાં છે.

નોટબંધી સમયગાળા દરમિયાન રોકડની તંગીને કારણે ડિજિટલ વ્યવહારો તેમજ ઇ-કોમર્સને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. નોટબંધીના સમયથી એપ્રિલ-૨૦૧૯ સુધીના ગાળામાં ૭.૦૬ કરોડથી વધુ યુપીઆઇ ડિજિટલ વ્યવહારો નોંધાયા છે.  નોટબંધી બાદ સપ્ટેમ્બર-૨૦૧૭ સુધીમાં રૂ. ૧૪.૭૭ લાખ કરોડના એઇએફટી, આરટીજીએસ, ઇસીએસ દ્વારા વ્યવહારો થયા હોવાનું નોંધાયું છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસજીએસટી

gst1

૧ જુલાઇ, ૨૦૧૭થી અમલમાં આવેલી નવી વેરા આકારણી ગુડ્સ અને સર્વિસ ટેકસ દેશના ૨.૪ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રમાં બદલાવ લાવનારી કહી શકાય. શ‚આતના તબક્કે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટીના વિવિધ દરો અલગ અલગ વસ્તુઓની જ‚રિયાત મુજબ સમયાંતરે બદલાતા રહ્યા. યોગ્ય માળખુ અને વ્યવસ્થા સુવ્યવસ્થિત થાય ત્યાં સુધી વેપારીઓ અને ઉત્પાદકોને હાલાકી ભોગવવી પડી.

જીએસટીના પગલે ઇવે બીલ પણ અમલમાં કરવામાં આવ્યું. વર્ષ ૨૦૧૭-૧૮ના સમયગાળા દરમિયાન સરકારને ૭.૪૧ લાખ કરોડ રૂપિયાની જીએસટીની આવક થઇ અને વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૧.૪૭ લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે. એપ્રિલ-૨૦૧૯ના આંકડા મુજબ ૧.૧૩ લાખ કરોડનો જીએસટી ભરવામાં આવ્યો છે. કુલ ૧.૨૧ કરોડ કરદાતા જીએસટીએન અંતર્ગત નોંધાયા છે.

પોસ્ટ પેમેન્ટ બેન્ક

post offce

ભારતીય પોસ્ટ વિભાગની ૧,૫૫,૦૧૫ શાખાઓ અને ૩ લાખ ટપાલીઓ અને ગ્રામિણ ડાક સેવક દ્વારા ભારતના દરેક ખૂણે બેંકીંગ સેવાઓ પૂરી પાડવાના લક્ષ્ય સાથે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮થી પોસ્ટ પેમેન્ટ બેંકની સેવા શરૂ કરવામાં આવી છે. પહેલા ચરણમાં ૬૫૦ શાખાઓ અને ૩૨૫૦ પોસ્ટ ઓફિસમાં ૧૦ હજાર જેટલા ટપાલીઓ મારફતે બેંકીંગ વ્યવહારો ચાલી રહ્યા છે.

પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધુનિક સુવિધાઓ સાથે રૂ.૧ લાખ સુધીની રકમના બચત અને ચાલુ ખાતાઓ ખોલી શકાય છે.  તેમજ તમામ ડિજિટલ વ્યવહારો પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા દ્વારા કરી શકાય છે. હાલ સુધીમાં ૧૯ લાખ કરતા વધુ પોસ્ટ પેમેન્ટ બેંક ખાતાઓ કાર્યરત છે. ૯.૭૫ લાખ કરતા પણ વધુ વ્યવહારો પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે થયા છે. પોસ્ટ વિભાગને ૧૭ કરોડ પોસ્ટલ બેંક ખાતાને લીંક કરવાની મંજૂરી મળી છે. છેવાડાના નાગરિકો સુધી પોસ્ટ પેમેન્ટ બેંક આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

સ્ટાર્ટઅપ્સ અને મેક ઇન ઇન્ડિયા

make in India logo

અર્થતંત્રના ૨૫ ક્ષેત્રોને આવરીને કેન્દ્ર સરકાર દ્વારા ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ના દિવસે સ્વદેશી ચળવળના ભાગ‚પે મેન્યુફેકચરીંગ ક્ષેત્રે રોકાણને વેગ આપવા મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ તમામ ૨૫ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇને છૂટ આપવામાં આવી છે. સ્પેસ ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અને મીડિયાને અનુક્રમે ૭૪%, ૪૯% અને ૨૬% સુધી એફડીઆઇની મર્યાદા જાળવી રખાઇ છે.

યુએસ અને ચીનને પાછળ રાખીને ભારતે ૨૦૧૫માં વૈશ્ર્વિકધોરણે પ્રથમ ક્રમાંકે રહીને ૬૦.૧ બીલીયન ડોલરનું એફડીઆઇ મેળવ્યું છે. વધુમાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં સ્ટાર્ટઅપ પોલીસીના પરિણામે ૧૮ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા ૨૦૦૮ થી ૨૦૧૮ના દસકામાં ૫૦ હજાર જેટલા સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વજા નંબરનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.