અબતક જામનગર, સાગર સંઘાણી
જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ૧૯ એપ્રિલ સુધી ભરાયેલા કુલ ૨૪ નામાંકન માંથી ૨૧ ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે ૩ ફોર્મ અમાન્ય રહ્યા છે.
જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમાં ભાજપના પુનમબેન માડમ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એડવોકેટ જે.પી.મારવિયા, બહુજન સમાજ પાર્ટીના જયસુખભાઈ નથુભાઈ પિંગલસુર, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના રણછોડભાઈ નારણભાઈ કણજારીયા, ભારતીય સમતા સમાજ પાર્ટીના રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટીના પરેશભાઈ પરસોત્તમભાઈ મુંગરા તેમજ અપક્ષના ૧૫ ઉમેદવારો જેમાં અનવરભાઈ નુરમામદ સંઘાર, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, યુસુફભાઈ સિદિકભાઈ ખીરા, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, અલારખાભાઈ ઇશાકભાઈ ધુધા, જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, નદીમભાઈ મહમદભાઈ હાલા, કરશનભાઈ જેશાભાઈ નાગશ, નાનજીભાઈ અમરશીભાઈ બથવાર, રફીકભાઈ અબુબકર પોપટપુત્રા, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ, ભુરાલાલ મેઘજીભાઈ પરમાર, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરૂ, પુંજાભાઈ પાલાભાઈ રાઠોડ, વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા નો સમાવેશ થાય છે.
જે ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા છે તેમાં બહુજન સમાજ પાર્ટીના દામજીભાઈ નાજાભાઈ સૌંદરવાનો સમાવેશ થાય છે. તેમજ વૈકલ્પિક ઉમેદવાર હોવાથી ભારતીય જનતા પાર્ટીના બ્રિજરાજસિંહ હેમંતસિંહ જાડેજા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર વિરેન્દ્રસિંહ ટેમુભાના ફોર્મ રદ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૨ એપ્રિલ છે. હાલની સ્થિતિએ જામનગર બેઠક પર ૨૧ ઉમેદવારો છે.