22 એપ્રિલ સુધી ફોર્મ સ્વીકારાશે :જૂન માસના પ્રથમ તબક્કામાં એડમીશનની ફાળવણી કરાશે : પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી
વાલીઓ પોતાના બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આ આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. રાજ્ય સરકારે આરટીઇ પ્રવેશ માટેની તારીખો જાહેર કરી છે. આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાલીઓ આરટીઇ હેઠળ ફોર્મ ભરી શકશે. જૂન માસના પ્રથમ તબક્કામાં એડમીશનની ફાળવણી કરવામાં આવશે. સમગ્ર એડમિશન પ્રકિયા ઓનલાઈન રહેશે.
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જો કે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મુંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાઈ છે.
આ માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે
જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટીઇ હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. ખાનગી શાળામાં પ્રવેશ માટે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આરટીઇમાં પ્રવેશ મેળવવા માટે આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભર્યા બાદ ચકાસણી કરવામાં આવશે અને ફોર્મને એપ્રુવ કે રિજેક્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉમર 1જૂન 2023ના સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરુરી છે.
વાલીઓએ આરટીઇ માટેનું ફોર્મ ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરવાનું રહેશે. આ માટેની વેબસાઈટ rte.orpgujarat.com છે. વેબસાઈટ પર ફોર્મ ભરતી વખતે જરુરી તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.