પ્રિન્ટન યુનિ.ના અર્થશાસ્ત્રના મુખ્ય પ્રાઘ્યાપક એવા એલને કરેલી આત્મહત્યા પાછળનું કારણ જાહેર થયું નથી
વિશ્વભરમાં સોનેકી ચિડીયા જેવું અર્થતંત્ર ધરાવતા અમેરિકામાં જવાવાળો સામાનય માણસ પણ ગરીબ રહેતો નથી. અમેરિકાનું જીવન ધોરણ અને અર્થતંત્ર પરદેશીઓ માટે પણ કુબેરનો ભંડાર અને સુખદેણ ગણાય છે. તેવા આ દેશમાં બે-બે રાષ્ટ્ર પ્રમુખના મુખ્ય આર્થિક સલાહકાર અને અર્થતંત્રના મુખ્ય સુકાની એવા બરાક ઓબામા અને બિલ કિલિસ્ટના આર્થિક સલાહકાર રહી ચૂકેલા એલન ડુંગરે અગમ્ય કારણો સર આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.
૫૮ વર્ષના એલન ડુેંગર પ્રિન્ટસ યુર્નિવસીટીના અર્થશાસ્ત્ર વિભાગના મુખ્ય પ્રાઘ્યાપક કે જેમણે બરાક ઓબામા અને બિલ કિલિસ્ટના આર્થિક સલાહકાર તરીકે ફરજ બજાવી હતી. તે અલમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધીછે. એલન ડુંગર એ કેવા સંજોગોમાં અને કારણોથી આ પગલું ભરી લીધું છે તે હજુ જાહેર થયું નથી.
ડુંગરે અમેરિકાના મજુર વિભાગમાં કિલિસ્ટન શાસન દરમ્યાન વ્હાઇટ હાઉસના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે બે-બે ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે ઓબામાને પણ તેમની સેવાનો લાભ આપ્યો છે.પ્રોફેસર એલન ડુંગરનું આ પગલું ખરેખર પિડાદાયી બની રહ્યું છે. જે વ્યકિત અર્થતંત્ર ના મુખય સલાહકાર તરીકેની ફરજ બજાવી હોય અને સારા પતિ, પિતા, પુત્ર અને ભાઇ અને જવાબદાર રાજયપક્ષ તરીકેની પોતાની ફરજને જે વ્યકિત સંપૂર્ણ ન્યાય આપી રહ્યા હોય તે વ્યકિત આવું પગલું કેમ ભરી શકે.
ડુંગર ૧૯૮૭ થી પ્રિસન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ગયા અઠવાડીયે તેમણે ઇસ્ટેલ ફોર યુનિવર્સિટીમાં આવકની વહેંચણી અને મંજુર રોજી અધિકાર વિષય પર શા માટે વૈશ્વિક આવકમાં વિસંગતતા પ્રવર્તે છે તે વિષય પર લેચરર આપ્યું હતું. એલન આર્થિક શિક્ષણ અને નેતૃત્વના ખરા હિમાયતી ગણવામાં આવે છે. સંગીતમાં રુચી ધરાવતા ડુંગરે રોક સ્ટાર બુશ પ્રિન્ટ ફીંગ અને ડેવિડ બ્રોવને તેમના લેકચરમાં અચુક યાદ કરતાં હતાં.