ટાઈગર અભી જિંદા હૈ… આગામી વર્ષ 2024ની ચૂંટણીમાં ફરી ટ્રમ્પ કાર્ડ ખેલાશે..! હાલ ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અળગા કરી દેવાયેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વની જાહેરાત કરી છે કે તેઓ પોતાનું પોતીકું સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કરશે..!! જેનું નામ “ટ્રુથ સોશિયલ” હશે..!!
તેની માલિકી ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ (TMTG)ની હશે. આ સિવાય ગ્રુપ વીડિયો ઓન ડિમાન્ડ સેવા શરૂ કરવાનું પણ વિચારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ટ્રુથ સોશિયલ લોન્ચ કરવા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વપરાશકર્તાઓ માટે તેનું બીટા વર્ઝન નવેમ્બરમાં ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે, ચૂંટણી બાદ અમેરિકામાં મોટા પાયે હિંસા ફેલાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો ઠોક્યો હતો કે અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં બીડને મત સાથે છેડછાડ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે
આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેમના સમર્થકોને વ્હાઈટ હાઉસમાં ભયાનક હિંસા કરી હતી. અમેરિકાના ઇતિહાસને કલંકિત કરતી આ ઘટના પાછળ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર હોવાનું ગણાવી ટ્વીટર, ફેસબુકે તેમના અકાઉન્ટ સ્થાયી રૂપથી હંમેશા માટે બંધ કરી દીધા હતા. આ પછી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મેં પણ ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી દીધું હતું.
આ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા કંપનીઓ ખાસ કરી ટ્વિટર અને ફેસબુકનો ઉગ્ર વિરોધ કર્યો. પરંતુ હવે આ સામે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું નેટવર્ક ઊભું કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મેસેજ તેમના સમર્થકો સુધી સરળતાથી વિસ્તૃતપણે પહોંચાડી શકશે. જે આગામી વર્ષ 2024માં યોજાનારી અમેરિકાની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.
ઉલ્લેખનીય છે કે આજના ડિજિટલ યુગમાં ચૂંટણી પ્રચાર પણ મોટાભાગે ડિજિટલ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચૂંટણીમાં ફઝબુક, યુટ્યુબ, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહત્વનો ભાગ ભજવતા હોય છે ત્યારે હવે વર્ષ 2024ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પનું ટ્રુથ સોશ્યલ પણ મહત્વનો ભાગ ભજવશે તેમાં નવાઈ નહીં..!!