- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલીમાં ફાયરિંગ થયું જેમાં તેઓ ઘાયલ થયા. ઘટના સ્થાનિક સમય અનુસાર શનિવારે પેન્સિલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી રેલીને સંબોધવા માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં ગોળીબાર શરૂ થયો હતો.ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમના ચહેરા પર લોહી દેખાતું હતું. સિક્યોરિટીએ તરત જ તેને સ્ટેજ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.
I fully endorse President Trump and hope for his rapid recovery pic.twitter.com/ZdxkF63EqF
— Elon Musk (@elonmusk) July 13, 2024
ઘટનાની તપાસ
બટલર કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ. ગોલ્ડિંગરે કહ્યું કે હુમલો કરનાર વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય વ્યક્તિનું પણ મોત થઈ શકે છે. આ ઘટના અંગે જાણકારી મેળવનાર અધિકારીઓનું કહેવું છે કે ફાયરિંગની ઘટનાને હત્યાના સંભવિત પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેખીતી રીતે સુરક્ષા પરિમિતિની બહારથી ગોળી ચલાવવામાં આવી હતી.
સાત-આઠ રાઉન્ડ નો ગોળીબાર: નજરે જોનાર વ્યક્તિ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે એબીસી ન્યૂઝને જણાવ્યું કે તેણે તેના પિતા સાથે વાત કરી છે. તે હજુ પણ હોસ્પિટલમાં છે. ટ્રમ્પ જુનિયરે કહ્યું કે તેમના પિતાની ઇચ્છાશક્તિ ખૂબ જ મજબૂત છે, હાલમાં તેઓ દેખરેખ હેઠળ છે. ઘટનાસ્થળે હાજર નજરે જોનાર વ્યક્તિ અને યુએસ સેનેટ માટે ચૂંટણી લડી રહેલા ડેવ મેકકોર્મિકે જણાવ્યું કે તે રેલીની આગળની હરોળમાં બેઠો હતો ત્યારે સાતથી આઠ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. લોકોમાં નાસભાગ મચી ગઈ અને બધા જમીન પર સુઈ ગયા.
In case those of you on the left are still confused:
Words aren’t political violence.
Silence isn’t political violence.
THIS is political violence.
THIS is what an attack on democracy looks like.
Regardless of party, we can’t go down this road.
Pray. pic.twitter.com/8Aojw60YED
— Robert Sterling (@RobertMSterling) July 13, 2024
ચૂંટણી રેલી દરમિયાન શું થયું?
ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર છે. સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કર્યું, ત્યારે ગોળીબારના અવાજ આવવા લાગ્યા. આ સાંભળીને ટ્રમ્પની સુરક્ષામાં લાગેલા સિક્રેટ સર્વિસના જવાનોએ તરત જ કાર્યવાહી કરી અને તેમને ઘેરી લીધા. આ પછી, ટ્રમ્પને સુરક્ષા ઘેરો બનાવીને સ્ટેજ પરથી નીચે લાવવામાં આવ્યા હતા. પછી તેને તરત જ કારમાં બેસાડી દેવામાં આવ્યા.
અમેરિકામાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી: બિડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પની રેલીમાં થયેલા ફાયરિંગની નિંદા કરી છે. તેમણે કહ્યું, “આ પ્રકારની હિંસાને અમેરિકામાં કોઈ સ્થાન નથી. આ એક વિચલિત કરનારી ઘટના છે. આ કેટલાક કારણોમાંનું એક છે કે જેના માટે દેશને એકસાથે આવવું જોઈએ. અમે આવું થવા દઈ શકીએ નહીં. અમે લોકો આના જેવા ન હોઈ શકીએ, અમે આને પણ માફ કરી શકતા નથી. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટરોની સાથે છે અને તેઓ સ્વસ્થ છે