ગુમ થયેલી એલએલએમની વિદ્યાર્થીનીનાં અપહરણ અને તેને મારી નાખવાની ધમકી આપવા બદલ ‘સ્વામી’ સામે ફરિયાદ નોંધાઈ
શાહજહાં પૂર પોલિસ મથકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચન્મયાનંદ વિરૂધ્ધ ૨૩ વર્ષની એલએલએમની વિદ્યાર્થીનીનાં અપહરણ અંગે એફઆઈઆર નોંધાય છે. જે બાદ પોલીસે તાત્કાલીક પૂર્વ કેન્દ્રીય મંત્રીને કાયદાના સકંજામાં લેવા ચક્રોગતિમાન કર્યા છે. શાહજહાપૂરની ૨૩ વર્ષેની એલએલએમની વિદ્યાર્થીની ગુમ થયા બાદ ત્રીજા દિવસે વિદ્યાર્થીનીના પિતાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ વિરૂધ્ધ ગેરકાયદેસર અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સ્વામી ચિન્મયાનંદ શાહજહાપૂરની પોષ્ટ ગ્રેજયુએટ કોલેજના ચેરમેન છે અને ભોગબનનાર વિદ્યાર્થીની પોષ્ટ ગ્રેજયુએશનમાં અભ્યાસ કરતી હતી.
શાહજહાપૂરનાં એસએસપી એસ. ન્મિયાએ જણાવ્યું હતુ કે અમે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચન્મયાનંદ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે. અને અમે અપહૃત બાળકીને છોડાવવા અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે. તેનો હોસ્ટેલ રૂમ સીલ કરીને ભોગ બનનારીવિદ્યાર્થીનીની માહિતી અને તેનો રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે. અમે યુવતીના પરિવારજનોની સુરક્ષા પ્રદાન કરી છે અને તેમને કોઈ ધમકીનો ભોગ બનવા નહી દેવાય.
ભોગ બનનાર વિદ્યાર્થીનીનો ગત રવિવારે પૂર્વ મંત્રી સામે ધાકધમકી આપવાનો અને પોતે ગુમ થાય તો તેની જવાબદારી ચિન્મયાનંદની રહેશે તેવો વાયરલ થયેલ વિડિયો સામે આવ્યા બાદ ભોગબનનાર યુવતીના પિતાએ પોલીસને ફરિયાદ આપી હતી.
બાદ મંગળવારે રાત્રે પોલિસ ફરિયાદ નોંધીને તેને ઉતર પ્રદેશ સરકારના આઈજીઆરએસ પાર્ટલ પર અપલોડ કરી હતી ભોગ બનનારી વિદ્યાર્થીનીના પિતા કલેકટર ઈન્દ્રવિક્રમસિંગ અને એસ.એસ.પી. એસ. ચિન્મપાની મુલાકાત બાદ પોલીસે આ ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદીને હૈયાધારણ આપી છે કે તેવો ફરીયાદીની દિકરીને હેમખેમ રીતે શોધી આપશે.
મારી માંગણી છે કે મારી પુત્રી સલામત અને સુરક્ષીત રહે મે પોલીસને વિનંતી કરી છે કે મહામુશ્કેલીમાં ધેરાઈ ગયેલી મારી પુત્રીની મદદ કરે મારી દિકરીએ મને ૨૪ ઓગષ્ટે જ સાંજના છ વાગ્યે તેની માતાના મોબાઈલ પર ફોનદ કરીને પરિવાર સાથે વાતચીત કર્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વીચઓફ થઈ ગયો છે.
ભોગ બનનાર વિદ્યાર્થીનીએ ફેસબુક પર વિડિયો અપલોડ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી સામે અનેક વિદ્યાર્થીનીઓની જીંદગી બરબાદ કરી હોવાનું અને આ કૃત્ય અંગે પોતાની પાસે અનેક પૂરાવા હોવાનું જણાવી જો પોતે ગુમ થઈ જાય તો તેના જવાબદાર પૂર્વમંત્રી ચિન્મયાનંદ હશે તેવું નિવેદન કર્યું હતુ વિદ્યાર્થીનીએ ચીન્મયાનંદ સામે પોતાના પર ધાકધમકી અને હુમલાનો ભય વ્યકત કર્યો છે. આરોપ કયો હતો કે ચીન્મયાનંદ તેના આખા પરિવાર માટે જોખમ ઉભુ કરી શકે છે.
ચિન્મયાનંદ સ્વામી પર હત્યાના ઈરાદે અપહરણ અને મારી નાખવાની ધમકી અંગે કલમ ૩૬૪ અને ૫૦૬ અંતર્ગત ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો ચિન્મયાનંદ સ્વામી સામે કેસ થયો હોય તેવો આ બનાવ પ્રથમ નથી અગાઉ ૨૦૧૧માં પણ એક મહિલાએ પોતાને ચિન્મયાનંદ સ્વામીએ હરીદ્વારના આશ્રમમાં બંધક બનાવી બળાત્કારનો ભોગ બનાવ્યાના આક્ષેપ સાથે કેસ કર્યો હૈતો. ચિન્મયાનંદ સ્વામી આ કેસમાં ધરપકડથી બચવા અદાલતમાંથી સ્ટે મેળવ્યો હતો રાજદ્વારી રાહે ચિન્મયાનંદસ્વામી સામે પાછો ખેંચી લેવા પ્રયાસો થયા હતા પણ મુખ્ય ન્યાયાધીશ આ પ્રયાસો ખારીજ કરી દીધા હતા આજે પણ બળાત્કારનો એ કેસ અલ્લાબાદ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.
સરકારના પૂર્વ મંત્રી ચિન્મયાનંદ સામે જૂનો બળાત્કારનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડીંગ બોલે છે. ત્યાં શાહજહાનપૂર પોલીસ મથકમાં અપહરણ અને મારી નાખવાની ધમકી અંગેનો કેસ દાખલ થતા ઉતરપ્રદેશનાં રાજકારણમાં વધુ એક નેતાજી સામે ગંભીર આક્ષેપો અને કાનૂની દાવપેચનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.