જમીનના સોદામાં કૌભાંડ કર્યા હોવાના કેસમાં સીબીઆઈની તપાસ: ગાંધીનગર ઉપરાંત દિલ્હી અને આંધ્રપ્રદેશમાં નિવાસસ્થાને દરોડા

જમીન સોદામાં કૌભાંડ અને હથિયારના લાયસન્સ આપવામાં લીધેલી લાંચમાં સીબીઆઈની ટીમ દ્વારા ગત મધરાતે ગાંધીનગરમાં આઈપીએસ કે.રાજેશ પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.

આંધ્ર પ્રદેશના વતની અને ગુજરાત કેડરના વર્ષ 2011 બેચના સનદી અધિકારી કે.રાજેશ પર આવક કરતા વધુ સંપતીના કેસમાં સી.બી.આઈ.ની દિલ્હ્ની ટીમે દરોડા પાડયા હતા સાથે ઈડી પણ જોડાયું હતુ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકે સત્તારૂઢ હતા ત્યારે જમીનના સોદામાં કૌભાંડ આચર્યા હતા અને હથિયારના લાયસન્સ આપવા માટે લાંચ લીધી હોવાના આક્ષેપો તેમની સામે થયા છે. તેઓનાં ગાંધીનગર ઉપરાંત દિલ્હી અને આંધ્રપ્રદેશના નિવાસ સ્થાને પણ દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. આ કાર્યવાહીથી રાજયના અન્ય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પર પણ રેલો આવે તેવી સંભાવના હોવાના કારણે અત્યંત ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું છે.

કે.રાજેશને ત્યાં સીબીઆઈ અને ઈડીના દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી સંપતી મળી આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન સનદી અધિકારી પર દિલ્હીથી સીબીઆઈની ટીમ ત્રાટકતા રાજયભરમાં આઈએએસ અને આઈપીએસ લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

 

સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન કે.રાજેશ હથિયારના લાયસન્સ આપવા માયે મોટી રકમની લાંચ લીધી હતી. આ ઉપરાંત જમીનના સોદામાં પણ તેઓએ કૌભાંડ આચર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હાલ તેઓ જીએડીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કે.રાજેશ સાથે કૌભાંડમાં અન્ય સનદી અધિકારીઓ પણ સામેલ હોવાનીપ્રબળ સંભાવના રહેલી છે જેના કારણે દિલ્હીની સીબીઆઈની ટીમ દ્વારા ગત મોડીરાતે પાડવામાં આવેલી દરોડાની કામગીરી અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. આ કાર્યવાહીથી સનદી અધિકારીઓ રિતસર ફફડી ઉઠ્યા છે.

બીજી તરફ ગુજરાતમાં ભ્રષ્ટ આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સામે આગામી દિવસોમાં સીબીઆઈ ઈડી, સહિતના અલગ અલગ વિભાગો દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. કે. રાજેશના ગાંધીનગર, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં નિવાસ સ્થાન પર દરોડા દરમિયાન કરોડો રૂપીયાની બેનામી સંપતી મળી આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. પરંતુ હજી સુધી સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. દરોડાની કામગીરી આજે મોડીરાત સુધી ચાલુ રહે તેવી પણ સંભાવના રહેલી છે.

મોડી રાત્રે સીબીઆઈની ટીમ ત્રાટકી હતી. હાલ અલગ-અલગ ત્રણ સ્થળોએ કે.રાજેશના નિવાસ સ્થાને દરોડાની કામગીરી ચાલી રહી છે. સાથે ઈન્કમટેકસ પણ જોડાયો હોવાનું ચર્ચાય રહ્યું છે હાલ ગાંધીનગરમાં આઈએએસ અને આઈપીએસ લોબીમાં ભારે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. કે.રાજેશ બાદ સીબીઆઈની ઝપટે કોણ ચડશે તે અંગે પણ ચર્ચાઓ અંદરખાને ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.